રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય18 મે, 2025| Super Admin

પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યુટ્યુબર સહિત 6ની ધરપકડ

પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યુટ્યુબર સહિત 6ની ધરપકડ

(જી.એન.એસ) તા. 17

હરિયાણા,

યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. તેમના સહિત 6 લોકો અરેસ્ટ થયા છે. જ્યોતિ પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ સાથેના સંબંધોના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. Jyoti Malhotra espionag “ટ્રાવેલ વિથ” નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસર જ્યોતિ મલ્હોત્રાએ વર્ષ 2023માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેણે કમિશન દ્વારા વિઝા મેળવીને આ યાત્રા કરી હતી. આ દરમિયાન જ્યોતિની મુલાકાત પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે થઇ હતી. દાનિશના માધ્યમથી જ્યોતિનો પરિચય પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અન્ય એજન્ટો સાથે થયો હતો. જેમાં અલી અહસાન અને શાકિર ઉર્ફે રાણા શહબાઝ નો સમાવેશ થાય છે. જ્યોતિએ પોતાના ફોનમાં તેમનું નામ ‘જટ્ટ રંધાવા’ તરીકે સેવ કર્યું હતું.

મીડિયા સૂત્રોને આ ઘટનાક્રમ અંગે ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી, જેના આધારે ધરપકડ કરાયેલા છ લોકોમાં જ્યોતિનો પણ સમાવેશ થાય છે. જ્યોતિનો પરિચય દાનિશ અને તેના સહયોગી અલી અહસાનના માધ્યમથી પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ (PIO) સાથે થયો હતો.જેમણે જ્યોતિની પાકિસ્તાનમાં મુસાફરી અને રહેવાની વ્યવસ્થા કરી હતી. જ્યોતિએ પાકિસ્તાની ગુપ્તચર અધિકારી સાથે ગાઢ સંબંધો બનાવ્યા અને તાજેતરમાં તેની સાથે ઇન્ડોનેશિયા બાલી પણ ગઇ હતી.

જ્યોતિએ ભારતીય સ્થળો સંબંધિત સંવેદનશીલ માહિતી શેર કરી હોવાનો આરોપ છે. દિલ્હીમાં રોકાણ દરમિયાન તે પીએચસી હેન્ડલર દાનિશના સંપર્કમાં હતી. આ મામલે લેખિત કબૂલાત નોંધવામાં આવી છે અને કેસ નોંધવામાં આવ્યો છે.



Source link

સંબંધિત સમાચાર