રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
પાટણ15 ડિસેમ્બર, 2024| Super Admin

સરસ્વતિ ના અમરાપુરા ગામમાં પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબો પાટણ એસઓજી ટીમના હાથે ઝડપાયા

સરસ્વતિ ના અમરાપુરા ગામમાં પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબો પાટણ એસઓજી ટીમના હાથે ઝડપાયા
બોગસ તબીબના કલીનીક પરથી રૂ. ૩૦ હજારની દવાઓનો જથ્થો મળી આવ્યો: પાટણ જિલ્લાના સરસ્વતિ તાલુકાનાં અમરાપુરા ગામ માંથી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરી રહેલા બોગસ બે તબીબો પાટણ એસ.ઓ.જી. પોલીસ ના હાથે ઝડપાતા ટીમે બંને બોગસ તબીબના કલીનીક પરથી રૂ. ૩૦ હજારની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ શહેર અને જિલ્લા મા ગેરકાયદેસર પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ તબીબો સામે કાયદેસરની કાયૅવાહી કરવા જિલ્લા પોલીસ વડા દ્રારા અપાયેલ સુચના અનુસાર પાટણ એસઓજી પોલીસ ટીમે સધન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમ્યાન ટીમ ને ખાનગી રાહે બાતમી મળી હતી. સરસ્વતિ તાલુકાના અમરાપુરા ગામમાં ધો. ૧૨ પાસ ગુલામમહંમદ ઇસ્માઇલભાઈ અલ્લાઉદ્દીન ડોડીયા ઉ.વ.પર મુળ રે. હિંમતનગર હાલ રે. અમરાપુરા, તા. સરસ્વતિ તથા સહલભાઈ સોયેબભાઈ યુસુફભાઈ ભોરણીયા (ઉ.વ.૨૬) રે. ભીલવણ, તા. સરસ્વતિ નામનાં બે બોગસ તબીબો કોઈપણ જાતનાં તબીબ પ્રમાણપત્ર કે ડિગ્રી વગર જ ગામમાં તબીબી પ્રેકટીશ કરી પોતાની દવાખાનાની હાટડી ચલાવીને દર્દીઓને તપાસી દવાઓ-ઇન્જેક્શન આપીને સારવાર કરે છે જે હકીકત આધારે એસઓજી ટીમે અમરાપુરા ગામમાં ઓચિંતો છાપો માંરીને ઉપરોક્ત બંને ઉધાડપગા તબીબો ને રૂ.૩૦ હજારની કિંમતની દવાના જથ્થા સાથે આબાદ ઝડપી લઈ તેઓની સામે કાયદેસરની કાયૅવાહી હાથ ધરતા પાટણ પંથકમાં ડીગ્રી વગર ના ડોકટરો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

સંબંધિત સમાચાર