વિસ્તારમાં રહીશોએ રેતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો પાટણ શહેરમાં ઇ બાઈકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ઇ બાઇકમાં અચાનક જ આગ લાગતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને થોડીવાર માટે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ રેતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ શહેરના ગાયત્રી મંદિર સામે આવેલ વલ્લભ સોસાયટી ના મકાન નંબર 41માં પાકૅ કરેલ ઈ- બાઈક માં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગતા થોડીવારમાં એકાએક ઇ- બાઈક માંથી ધુમાડા નીકળતા સળગી ઉઠયું હતી. ઈ-બાઈક માં આગ લગતા સોસાયટી માં અફરા-તફરી મચી જવા પામી હતી. ઈ- બાઈક ના માલિકે જણાવ્યું હતું કે પહેલા ઈ બાઈકની બેટરીમાંથી ધુમાંડા નીકળવા લાગ્યા હતા અને હું કાઈ સમજુ તે પહેલા જ ઇ-બાઇકમાં એકા એક આગ ભભૂકી ઊઠી હતી. બાદમાં મે બુમાબુમ કરતાં આસપાસ ના લોકો એકઠા થયા હતા અને લોકોએ ઇ-બાઈક ઉપર રેતી અને પાણીનો મારો ચલાવ્યો હતો અને બાઈકમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. આ ઘટનાથી થોડીવાર માટે સ્થાનિક લોકોમાં પણ ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.
પાટણમાં પાકૅ કરેલ ઈ-બાઈકમાં શોટૅ સર્કિટના કારણે આગ ભભૂકી ઉડતા અફરા-તફરી મચી

સંબંધિત સમાચાર
પાટણશંખેશ્વર પંથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને રૂ.૧,૬ લાખના મુદ્દામાલ સાથે એસઓજી ટીમે દબોચ્યા
3 દિવસ પહેલા
પાટણપાટણ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે અજાણ્યા પુરુષનું મોત
3 દિવસ પહેલા
પાટણપાટણમાં NH-68 બાયપાસ અને TP કપાતનો વિરોધ, ખેડૂતોમાં આક્રોશ
5 દિવસ પહેલા
પાટણસિદ્ધપુર: પશુ ભરેલી ટ્રક રોકવા ગયેલા યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો
5 દિવસ પહેલા
