મગફળી ની ખરીદી પર લાગી બ્રેક બારદાન નાં હોવાના કારણે જિલ્લાનાં મોટા ભાગનાં કેન્દ્રો પર મગફળી ની ખરીદી કરાઈ બંધ

ખેડૂતો ની પજવણી યથાવત સત્વરે બારદાન ની વ્યવસ્થા કરી ખરીદી શરૂ થાય તેવી રજૂઆત: મગફળી ખરીદી પર બ્રેક લાગી છે. બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકા મથકે મગફળી ખરીદી બંધ કરી દેવામાં આવી છે.જેનું કારણ છે બારદાન નો અભાવ જેના કારણે ખેડૂતો હવે પોતાનો મગફળી નો પાક જ્યાં સુધી વિવિધ મગફળી કેન્દ્ર પર બારદાન નાં આવે ત્યાં સુધી પાકનું વેચાણ નહિ કરી શકે સરકાર એ ખેડૂતો ને પોતાના પાકનાં પોષણસમ ભાવ મળી રહે તે માટે ટેકા ના ભાવે ખરીદી શરૂ કરી હતી. જેમાં ચાલુ વર્ષ દરમિયાન બનાસકાંઠા જિલ્લા મા પણ વિવિધ તાલુકા મથકે ટેકાના ભાવે મગફળી ની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જેને લઇ અગાઉ કરેલ નોધણી પ્રમાણે ખેડૂતો મગફળી નું વેચાણ ટેકાનાં ભાવે કરી રહ્યા હતા.
જો કે છેલ્લા ત્રણચાર દિવસ થી એક પછી એક ખરીદ કેન્દ્ર પર બારદાન નાં હોવાના કારણે મગફળી ની ખરીદી બંધ કરવામાં આવી રહી છે.જેમાં થરાદ અને દિયોદર તાલુકા મા છેલ્લા 2 દિવસ થી મગફળી ની ખરીદી બંધ છે.જ્યારે આજ થી ધાનેરા ખાતે પણ ટેકા ના ભાવે મગફળી ની ખરીદી બંધ કરી દેવામાં આવી છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં પરપ્રાંતિયોની બેરોકટોક ઘૂસણખોરી પોલીસ તપાસમાં અનેક રહસ્યો ખૂલવાની શક્યતા
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતીવાડા: નાની મહુડી પાસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ, ₹20.78 લાખનો મુદ્દામાલ જપ્ત
2 દિવસ પહેલા
બનાસકાંઠાજૂનાડીસા પીએચસીને સીએચસીનો દરજ્જો આપવાની ગ્રામજનોની માંગ બુલંદ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ગેરકાયદેસર શોપિંગનું બાંધકામ દૂર કરવા મિલકત ધારકને 15 મે સુધીનું અલ્ટીમેટમ
2 દિવસ પહેલા
