રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય9 એપ્રિલ, 2025| Super Admin

બિહારના સિવાનમાં સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલ, જિલ્લા અધિકારીની આગેવાનીમાં અધિકારીઓની ટીમ કેન્દ્રીય વિદ્યાલય માટે જમીનનું નિરીક્ષણ કરવા જતાં ગ્રામજનો દ્વારા હુમલો

બિહારના સિવાનમાં સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલ, જિલ્લા અધિકારીની આગેવાનીમાં અધિકારીઓની ટીમ કેન્દ્રીય વિદ્યાલય માટે જમીનનું નિરીક્ષણ કરવા જતાં ગ્રામજનો દ્વારા હુમલો

સાંસદ અને અધિકારીઓ પર હુમલો કરવા બાબતે 20 લોકો સામે FIR નોંધવામાં આવી

(જી.એન.એસ) તા. 9

સિવાન,

બિહારના સિવાનમાં સાંસદ જનાર્દન સિંહ સિગ્રીવાલ અને જિલ્લા અધિકારી મુકુલ કુમાર ગુપ્તાની આગેવાનીમાં અધિકારીઓની ટીમ કેન્દ્રીય વિદ્યાલય માટે જમીનનું નિરીક્ષણ કરવા માટે મહારાજગંજના હરકેસપુર ગામ જતા જ ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો જેમાં  ગ્રામજનો એટલા ગુસ્સે થયા હતા કે, તેઓએ તમામ અધિકારીઓના તમામ વાહનો પર હુમલો કરી દીધો હતો. વાહનોમાં SDO અનિલ કુમાર, SDPO રાકેશ કુમાર રંજન, બીડીઓ અને સીઓ પણ સામેલ હતા.

સિનિયર અધિકારીઓની ટીમ જમીનનું નિરીક્ષણ કરીને પરત ફરી હતી ત્યારે ગ્રામજનો અચાનક રસ્તા પર આવી તમામ વાહનો અટકાવી દીધા અને ટીમ પર હુમલો કરી દીધો હતો. જોકે પોલીસની ટીમ હાજર હોવાથી તમામ અધિકારીઓનો બચાવ થયો છે. હુમલામાં કોઈને પણ ગંભીર ઈજા પહોંચી નથી.

આ બાબતે ઝોનલ ઓફિસર જિતેન્દ્ર પાસવાને કહ્યું હતું કે, કાયદેસર પ્રક્રિયા હેઠળ જમીનનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જમીન માલિકને નોટિસ મોકલવામાં આવી હતી. આ ઘટના બાદ મહારાજગંજ પોલીસ સ્ટેશનમાં નામ સાથે આઠ લોકો વિરુદ્ધ તેમજ 12 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. એસડીપીઓ રાકેશ કુમાર રંજને કહ્યું કે, આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર