રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય30 માર્ચ, 2025| Super Admin

હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં મોટું વૃક્ષ અચાનક જ ગાડીઓ પર પડતાં 6 લોકોના મોત

હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં મોટું વૃક્ષ અચાનક જ ગાડીઓ પર પડતાં 6 લોકોના મોત

(જી.એન.એસ)તા.30

કુલ્લૂ,

હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં આવેલ મણિકર્ણ પાસે એક મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં લેન્ડ સ્લાઇડ થતાં પહાડી રસ્તા પર એક મસમોટું વૃક્ષ અચાનક જ ગાડીઓ પર પડી જતાં અનેક લોકો દબાઈ ગયા હતા અને છ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં છ લોકોના નિધનની પુષ્ટિ થઈ છે જ્યારે ઘણા લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર મણિકર્ણ ગુરુદ્વારાના સામેના રસ્તા પર વૃક્ષ પડી જતાં ટુરિસ્ટ તથા એક વેપારી નીચે દબાઈ ગયા હતા. 

ઈજાગ્રસ્ત લોકોને સ્થાનિકોની મદદથી આસપાસની હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આશંકા છે કે ભૂસ્ખલનના કારણે આ વૃક્ષ ગાડીઓ પર પડ્યું હોઈ શકે.

કુલ્લુના એડીએમ અશ્વિની કુમારના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે હાજર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર