રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય28 માર્ચ, 2025| Super Admin

ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો અને લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર: વડાપ્રધાન મોદી

ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો અને લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર: વડાપ્રધાન મોદી

(જી.એન.એસ) તા. 28

નવી દિલ્હી,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ​​વહેલી સવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમણે આ આફતથી પ્રભાવિત લોકોની સલામતી અને સુખાકારી માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી. તેમણે ખાતરી આપી કે ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો અને લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.

X પરની એક પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું:- “મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપને પગલે ઉભી થયેલી પરિસ્થિતિથી ચિંતિત છું. દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ભારત શક્ય તમામ સહાય આપવા માટે તૈયાર છે. આ સંદર્ભમાં, અમારા અધિકારીઓને તૈયાર રહેવા જણાવ્યું છે. વિદેશ મંત્રાલય ને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા પણ કહ્યું છે.”

શુક્રવારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેણે શહેરની ઇમારતોને હચમચાવી દીધી અને લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. શક્તિશાળી ભૂકંપ બાદ બેંગકોકમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે. થાઈલેન્ડના વડાપ્રધાને ઈમરજન્સી અંગે સત્તાવાર જાહેરાત કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર