રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રમતગમત18 ડિસેમ્બર, 2025| Super Admin

ભારતીય ક્રિકેટ ટીમ વાઈસ કેપ્ટન શુભમન ગિલ અંગૂઠાની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટી20 મેચ રમી શકશે નહીં


(જી.એન.એસ) તા. ૧૮

અમદાવાદ,

હાલ ના સમયે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી પાંચ મેચની સીરિઝમાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફોર્મમાં ન રહેલ ભારતીય વાઈસ કેપ્ટન શુભમન ગિલ અંગૂઠાની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી બે ટી20 (પાંચમી) મેચ રમી શકશે નહીં. તેણે પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે અને તેના ઝડપી સ્વસ્થ થવા માટે તમામ સાવચેતીભર્યા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેના સ્થાને સંજુ સેમસન ઇનિંગ શરૂ કરે તેવી અપેક્ષા છે.

શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20I શ્રેણીમાં

•દક્ષિણ આફ્રિકા સામે 0 – પ્રથમ T20I માં કોઈ રન બનાવ્યા વિના આઉટ.

•દક્ષિણ આફ્રિકા સામે 4 – બીજી T20I માં 4 રન બનાવ્યા.

•દક્ષિણ આફ્રિકા સામે 28 – ત્રીજી T20I માં 28 રન બનાવ્યા.

ભારત હાલમાં દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 સીરિઝમાં 2-1થી આગળ છે. ભારતે પહેલી મેચ જીતી હતી. દક્ષિણ આફ્રિકાએ બીજી મેચમાં વાપસી કરી હતી, પરંતુ ભારતે ત્રીજી મેચ જીતી હતી. ચોથી મેચ લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે સાંજે 7:00 વાગ્યે શરૂ થવાની હતી, જેમાં ટોસ 6:30 વાગ્યે શરૂ થવાનો હતો. જોકે, ખરાબ હવામાનને કારણે, ટોસમાં વિલંબ થયો અને મેચ આખરે રદ કરવામાં આવી હતી.

શુભમન ગિલનો T20I રેકોર્ડ

શુભમન ગિલે જુલાઈ 2024થી T20I માં એક પણ અડધી સદી ફટકારી નથી. તેણે અડધી સદી ઝિમ્બાબ્વે સામે ફટકારી હતી. ગિલે અત્યાર સુધીમાં 36 T20I રમી છે, જેમાં 28.03 ની સરેરાશ અને 138.59 ના સ્ટ્રાઇક રેટથી 869 રન બનાવ્યા છે. તેણે T20I ક્રિકેટમાં એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.



Source link

સંબંધિત સમાચાર