રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
ગુજરાત28 જૂન, 2025| Super Admin

ગુજરાત હાઇકોર્ટે દુષ્કર્મ કેસ મામલે આસારામની કામચલાઉ જામીનને 7 જુલાઈ સુધી લંબાવી 

ગુજરાત હાઇકોર્ટે દુષ્કર્મ કેસ મામલે આસારામની કામચલાઉ જામીનને 7 જુલાઈ સુધી લંબાવી 

(જી.એન.એસ) તા. 27

અમદાવાદ,

દુષ્કર્મ કેસ મામલે આસારામ માટે રાહતના સમાચાર આવ્યા છે, ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે (27 જૂન)ના રોજ દુષ્કર્મ કેસ મામલે આસારામની કામચલાઉ જામીનને 7 જુલાઈ સુધી વધારો કરવામાં આવ્યો છે.

હાલ આસારામ દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. 

જસ્ટિસ ઇલેશ વોરા અને સંદીપ ભટ્ટની ખંડપીઠે અરજીની સુનાવણી દરમિયાન આસારામના હંગામી જામીનને ત્રણ મહિના લંબાવી દીધા હતા, જે અગાઉ 28 માર્ચે આપવામાં આવ્યા હતા. તે જામીન 30 જૂને પૂરા થઈ રહ્યા હતા. 

વકીલે શું કહ્યું? 

86 વર્ષીય આસારામ સ્વાસ્થ્ય સંબંધિ સમસ્યાને લઈને જામીન પર છે. જામીન એટલા માટે વધારવામાં આવ્યા છે જેથી તેમનો વકીલ અરજીમાં જરૂરી દસ્તાવેજો જમા કરાવી શકે. આ મામલા પર આગામી સુનાવણી 2 જુલાઈએ થશે.

આસારામના વકીલે દસ્તાવેજો જમા કરવા માટે વધુ થોડા દિવસનો સમય માગતા દાવો કર્યો કે કોર્ટે 28 માર્ચે હંગામી જામીન આપ્યા બાદ જોધપુર હાઇકોર્ટમાંથી આદેશ મળવાની પ્રક્રિયાને કારણે 10 દિવસ બરબાદ થઈ ગયા હતા અને આસારામને 9 એપ્રિલે છોડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, ‘તેથી હું બે દિવસનો સમય આપવા વિનંતી કરું છું જેથી જો સોમવારે આ મામલે સુનાવણી થાય, તો હું દસ્તાવેજો રૅકોર્ડ પર રાખી શકું અને તેને વેરિફાઇ કરી શકું.’

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે ‘વર્તમાન મામલાના વિશિષ્ટ તથ્યો, ખાસ કરીને નાલસા (નેશનલ લિગલ સર્વિસ ઓથોરિટી)થી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, અમે અસ્થાયી જામીનને 7 જુલાઈ સુધી લંબાવી રહ્યા છીએ.’

હાઇકોર્ટે 28 માર્ચે આસારામને ત્રણ મહિના માટે હંગામી જામીન આપ્યા હતા કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલા વચગાળાના જામીન 31 માર્ચે પુરા થઈ રહ્યા હતા. ઉચ્ચ ન્યાયાલયની એક ખંડપીઠે વિભાજિત ફેંસલો સંભળાવ્યો હતો. ત્યારબાદ આ મામલાને ત્રીજા ન્યાયાધીશ પાસે મોકલવામાં આવ્યો હતો, જેમણે આસારામને ત્રણ મહિનાના હંગામી જામીન આપવાના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો છે. 

આ પહેલા ગાંધીનગરમાં એક કોર્ટે જાન્યુઆરી 2023માં આસારામને બળાત્કાર કેસમાં ઉંમરકેદની સજા સંભળાવી હતી. આસારામ 2013માં રાજસ્થાનમાં પોતાના આશ્રમમાં એક સગીર છોકરીના યૌન શોષણના એક અન્ય મામલામાં પણ ઉંમરકેદની સજા કાપી રહ્યો છે. હાલના મામલામાં તેને સુરતની રહેવાસી એક મહિલા અનુયાયી સાથે 2001થી 2006ની વચ્ચે ઘણી વાર બળાત્કાર કરવાના દોષિત ઠેરવવામાં આવ્યો હતા.



Source link

સંબંધિત સમાચાર