રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
ગુજરાત28 જૂન, 2025| Super Admin

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સી.એમ. ડેશબોર્ડ પરથી અમદાવાદની  રથયાત્રાની નગરચર્યાનું રિયલ ટાઈમ મોનિટરિંગ નિહાળ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સી.એમ. ડેશબોર્ડ પરથી અમદાવાદની  રથયાત્રાની નગરચર્યાનું રિયલ ટાઈમ મોનિટરિંગ નિહાળ્યું

(જી.એન.એસ) તા. 27

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની 148મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું.

તેમણે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને  પહિંદ  વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને બપોરે વિડિયો વોલ પરથી આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ, રથના લોકેશન, પોલીસ દ્વારા એ.આઈ. અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રી શ્રી  ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય તેમજ પોલીસ, મહાનગરપાલિકા તથા આઈ.સી.ટી. ટીમના અધિકારીઓ પણ જોડાયા હતા.



Source link

સંબંધિત સમાચાર