રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
ગુજરાત26 જૂન, 2025| Super Admin

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના ૯ વિભાગોના રૂ.૧૮ હજાર કરોડથી વધુના વિકાસલક્ષી ૨૧ જેટલા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના ૯ વિભાગોના રૂ.૧૮ હજાર કરોડથી વધુના વિકાસલક્ષી ૨૧ જેટલા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી

(જી.એન.એસ) તા. 25

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વગ્રાહી વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ નિર્ધારિત સમય મર્યાદામાં અને ગુણવત્તા યુક્ત ધોરણે પૂરા કરવાના દિશાનિર્દેશો ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ૯ વિભાગોના અંદાજે ૧૮ હજાર કરોડથી વધુની રકમના ૨૧ જેટલા હાઇ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરીની પ્રગતિની સમીક્ષા માટે મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા તથા સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં આ બેઠક યોજી હતી.

રાજ્યના વિકાસને ગતિ આપતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષાનો ઉપક્રમ મુખ્યમંત્રીશ્રીએ હાથ ધર્યો છે તે સંદર્ભમાં આ બેઠક યોજવામાં આવી હતી.

શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાતની વિકાસના રોલ મોડલ તરીકેની જે ઈમેજ પ્રસ્થાપિત થઈ છે તેને આવા પ્રોજેક્ટ્સના અસરકારક રીતે ગુણવત્તા સભર અને સમયસર લોકાર્પણ-ખાતમુહૂર્ત દ્વારા આપણે વધુ ઉજ્જવળ બનાવવી છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની પ્રારંભિક કામગીરી અને પ્રગતિથી લઈને પ્રોજેક્ટ પૂરા થવા સુધી સંબંધિત વિભાગોના સંકલન માટે મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલ કમિટી સમયાંતરે સમીક્ષા બેઠકો યોજાય તેવું પ્રેરક સૂચન કર્યું હતું.

એટલું જ નહિં, આવા પ્રોજેક્ટ્સની પ્રગતિ-કામગીરીના સતત ફોલોઅપ માટે ફિલ્ડ વિઝીટ કરવા વરિષ્ઠ અધિકારીઓને મુખ્યમંત્રીશ્રીએ દિશાનિર્દેશો પણ આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આવા જે પ્રોજેક્ટ્સમાં કેન્દ્રીય એજન્સીઓ અને મંત્રાલયો પણ સંકળાયેલા છે તેની સાથે પણ સતત ફોલોઅપ અને મોનિટરિંગ માટે રાજ્ય સરકારના જે તે વિભાગોના વરિષ્ઠ સચિવોને માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સમીક્ષા બેઠકમાં મુખ્યત્વે સુરત અને વાપીના ઉદ્યોગો માટે ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ્સ, ભાવનગર બ્રાઉન ફિલ્ડ પોર્ટ ડેવલપમેન્ટ ઉપરાંત વેરાવળ, સુત્રાપાડા અને મઢવાડ ફિશિંગ હાર્બર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે ઉદ્યોગ અને પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા થયેલી કામગીરીની વિગતો મેળવી હતી.

આ ઉપરાંત રાજ્યના ધોરીમાર્ગોના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ તેમજ મોટા પૂલોના નિર્માણની કામગીરી અંગે માર્ગ મકાન વિભાગ તથા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને પ્રોજેક્ટ્સની કાર્યવાહીની સમીક્ષા કરી હતી.

ખેડાના ખલાલમાં રૂ. ૫૦૦ કરોડના ખર્ચે નિર્માણાધીન અદ્યતન પોલીસ ટ્રેનિંગ સેન્ટરના કેમ્પસની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. આ કેમ્પસમાં ૨૫૦૦થી વધુ પોલીસ કર્મીઓને તાલીમ આપી શકાય તેવી વ્યવસ્થાઓ છે.

મુખ્યમંત્રીશ્રીએ સુરત ન્યુ સિવિલ હોસ્પિટલમાં નવી ઓ.પી.ડી.નું બાંધકામ તથા ગાંધીનગરના માણસામાં નિર્માણ થનારી ૪૨૫ બેડની સિવિલ હોસ્પિટલના પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે આરોગ્ય અગ્ર સચિવશ્રી પાસેથી વિગતો મેળવીને પ્રોકેક્ટ્સમાં ગતિ લાવવા અંગે માર્ગદર્શન આપ્યુ હતું.

અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦ હજાર જેટલા EWS આવાસ બાંધકામ તથા દહેગામ- હિંમતનગર રેલ્વે સ્ટેશન વચ્ચે તલોદ ખાતે રેલ્વે ઓવરબ્રીજ પ્રોજેક્ટ સંદર્ભે શહેરી વિકાસ અગ્ર સચિવશ્રી સાથે મુખ્યમંત્રીશ્રીએ સમીક્ષા હાથ ધરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત ગઢકામાં અમુલ ફેડ ડેરી પ્લાન્ટ, જળ સંપતિ વિભાગના પાઇપલાઇન પ્રોજેક્ટ્સ, વડોદરા અને દાહોદ જિલ્લાઓમાં વીજ ડિસ્ટ્રીબ્યુશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેશન વર્ગ સહિતના પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી હતી.

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બધા જ હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સમાં ક્વોલિટી એસ્યોરન્સને અગ્રતા આપવા સંબંધિત સચિવોને જરૂરી સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, પ્રોજેક્ટ્સ સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ.એસ. રાઠૌર, વિભાગોના અગ્ર સચિવશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ તથા સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં સહભાગી થયા હતા.



Source link

સંબંધિત સમાચાર