રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
ગુજરાત25 જૂન, 2025| Super Admin

ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ લાવનારી રાજ્યની પાંચમી મહાનગરપાલિકા બની

ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ લાવનારી રાજ્યની પાંચમી મહાનગરપાલિકા બની

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. ૨૫ કરોડના મ્યૂનિસિપલ બોન્ડનું બેલ રિંગિંગ સેરેમનીથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે NSEમાં લિસ્ટિંગ કરાવ્યું

દેશની ૧૭ મહાનગરપાલિકાઓ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા મ્યુનિસિપલ બોન્ડમાં ગુજરાતનો ૨૭ ટકા હિસ્સો

(જી.એન.એસ) તા. 25

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. ૨૫ કરોડના મ્યુનિસિપલ બોન્ડનું નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEમાં ગિફ્ટ સિટી ખાતેથી લિસ્ટિંગ કરાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ બેલ રિંગિંગ સેરેમનીથી આ NSE લિસ્ટિંગ ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન પટેલ તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ અને NSEના અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણના અભિગમ સાથે ૨૦૨૫નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.

આ શહેરી વિકાસ વર્ષમાં ગાંધીનગર મહાનગરપાલિકા અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝમાં વૃદ્ધિ અને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ દ્વારા ‘અર્નિગવેલ, લિવિંગવેલ’નો ધ્યેય આ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી સાકાર કરશે.

ગાંધીનગર મહાનગર પાલિકા મ્યુનિસિપલ બોન્ડ ઈશ્યુ લાવનારી રાજ્યની પાંચમી મહાનગરપાલિકા બની છે. આ અગાઉ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ મહાનગરપાલિકાએ મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડ્યા છે.

વડાપ્રધાનશ્રીએ ર૦૧૬માં દેશની અર્બન લોકલ બોડીઝને આત્મનિર્ભરતા દ્વારા સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ માટે સેબીના સહયોગથી મ્યુનિસિપલ બોન્ડ માર્કેટ ઊભું કરવા પ્રેરણા આપી હતી. આ સંદર્ભે કોર્પોરેશનની સ્થાપનાના ૧૫ વર્ષમાં જ મ્યુનિસિપલ બોન્ડ ઈશ્યુ લાવનારી પ્રથમ મહાનગરપાલિકા ગાંધીનગર મહાનગરપાલિકા બની છે.

દેશમાં અત્યાર સુધીમાં ૧૭ મહાનગરપાલિકાઓ દ્વારા  રૂ.૩૩૫૯ કરોડના બોન્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. તેમાંથી રૂ.૯૨૫ કરોડના બોન્ડ ઈશ્યુ કરીને ગુજરાત ૨૭ ટકાના ફાળા સાથે મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે તેમ NSEના ચીફ બિઝનેશ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામકૃષ્ણને આ પ્રસંગે જણાવ્યું હતું.

ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાંબહેન પટેલે આ બોન્ડના પરિણામે ગાંધીનગરના વિકાસ કામો માટે જનભાગીદારી યુક્ત ભંડોળ ઉપલબદ્ધ થતાં વિકાસની ગતિ વધુ તેજ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મ્યુનિસિપલ બોન્ડ મેળવનાર ગાંધીનગર મહાનગરપાલિકા દેશની પ્રથમ ૨૦ મહાનગરપાલિકા પૈકી એક હોવાથી, ભારત સરકાર દ્વારા પ્રોત્સાહન તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાને આશરે રૂ. ૩.૨૫ કરોડની વ્યાજ સબસિડી મળશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ બોન્ડ લિસ્ટિંગ અવસરે ડેપ્યુટી મેયરશ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, શહેર પ્રમુખ શ્રી આશિષભાઈ દવે, મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલા, NSEના અધિકારીઓ સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Source link

સંબંધિત સમાચાર