રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
ગુજરાત25 જૂન, 2025| Super Admin

જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા છે, તેમના માટે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવામાં આવશે :- શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા છે, તેમના માટે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવામાં આવશે :- શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

(જી.એન.એસ) તા. 24

ગાંધીનગર,

રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો વાતાવરણ છે, તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી. આવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પૂરક પરીક્ષાને ધ્યાને લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

પુન:પૂરક પરીક્ષા અંગે માહિતી આપતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વરસાદ કારણે કેટલાક જગ્યાએ પાણી ભરાયા છે અને યાતાયાત ખોરવાયું છે તેવા સમયમાં ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા ચાલી રહી છે ત્યારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચી નથી શક્યા તેમના માટે પૂરક પરીક્ષા પૂર્ણ થયા પછી બાકી રહી ગયેલા વિધાર્થીઓ માટે પરીક્ષા આપવા  એક નવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવશે  તેમ મંત્રી શ્રીએ ઉમેર્યું હતું.

તેમજ વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે જે ધો ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ પોતાની પૂરક પરીક્ષાથી વંચિત રહી ગયા છે તેઓ પોતાની મહેનત ચાલુ રાખે. આગામી સમયમાં શિક્ષણ વિભાગ ફરીથી પરિક્ષાથી વંચિત વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું આયોજન કરશે.



Source link

સંબંધિત સમાચાર