રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
ગુજરાત17 જૂન, 2025| Super Admin

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સન્માનપૂર્વક તેમના પરિજનોને સોંપવામાં આવ્યો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સન્માનપૂર્વક તેમના પરિજનોને સોંપવામાં આવ્યો

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રીના નશ્વર દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન અપાયું

(જી.એન.એસ) તા. 16

અમદાવાદ,

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

16 જૂન સોમવારના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દિવંગત નેતાના પાર્થિવ દેહને રાજ્ય સરકારી માનદંડ અનુસાર ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.

પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમનાં ધર્મપત્ની અને પુત્ર સહિતના પરિવારજનોને સંપૂર્ણ સન્માન સાથે સોંપવામાં આવ્યો. સમગ્ર પ્રક્રિયા રાજ્યના પ્રોટોકોલ અનુસાર અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે તેમના યુગદર્શી નેતૃત્વ, જાહેર જીવનમાં નૈતિકતા અને કરુણા, લોકહિતનાં કાર્યોને સ્મરણ કરી, તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ની સાથે  આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા,  રાજ્યસભા સાંસદ મયંક નાયક સહિત રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ અનેક સંસ્થાઓ -સમુદાયોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

૧૨ જૂનના રોજ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થતાં રાજ્ય શોકાતુર બન્યું હતું. તેમની અંતિમ યાત્રા રાજકોટ ખાતે યોજાનાર છે.



Source link

સંબંધિત સમાચાર