રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસા ખાતે આંગણવાડી કાર્યકર બહેનોની અચોક્કસ મુદ્તની હડતાલ પર ઉતર્યા

ડીસા ખાતે આંગણવાડી કાર્યકર બહેનોની અચોક્કસ મુદ્તની હડતાલ પર ઉતર્યા
આંગણવાડી કેન્દ્રોની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થવા આવ્યા હોવા છતાં, પાયાનું કામ કરતી કાર્યકર બહેનો આજે પણ અન્યાય અને અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તાજેતરમાં પ્રાંત અધિકારીને ઉદ્દેશીને કરવામાં આવેલી રજૂઆતમાં આંગણવાડી કાર્યકરોએ તેમની પડતર માંગણીઓ અને કામના ભારણ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.​ટેકનોલોજીનું  સરકાર દ્વારા કોઈ મોબાઈલ સુવિધા આપવામાં આવી નથી, છતાં નવી-નવી એપ્લિકેશનો દ્વારા ઓનલાઈન કામનું દબાણ કરવામાં આવે છે. બહેનો પાસે પૂરતી સ્ટોરેજ ક્ષમતાવાળા કે મોંઘા મોબાઈલ ન હોવાથી અને ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા હોવાથી કામ કરવું અત્યંત મુશ્કેલ બન્યું છે. બહેનોની માંગ છે કે સરકાર દ્વારા સારા 5G અને વધુ સ્ટોરેજવાળા મોબાઈલ આપવામાં આવે. આંગણવાડીનો મુખ્ય હેતુ બાળકોને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને પોષણ આપવાનો છે. પરંતુ હાલમાં ઓફલાઈન અને ઓનલાઈન કામગીરી એટલી વધી ગઈ છે કે મૂળ હેતુ જળવાતો નથી અને બહેનો સતત માનસિક તણાવ અનુભવે છે. માનદ વેતન પર કામ કરતી બહેનોને સરકારી કર્મચારી ન ગણીને તેમની પાસે બિનજરૂરી કામો કરાવવામાં આવે છે. રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા કામ બાબતે બહેનોને છૂટા કરવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ આપવામાં આવે છે. 50 વર્ષની સેવા બાદ પણ બહેનો હજુ 'માનદ વેતન' ના માળખામાં જ સીમિત છે. નામદાર હાઈકોર્ટના આદેશોનું પાલન કરીને બહેનોને માનદ વેતનમાંથી મુક્તિ આપી કાયમી સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. ​આંગણવાડી બહેનોએ આશા વ્યક્ત કરી છે કે પ્રાંત અધિકારી અને સરકાર તેમની લાગણીઓને સમજીને આ બાબતે સત્વરે હકારાત્મક ઉકેલ લાવશે, જેથી બાળકોના શિક્ષણ અને પોષણનું કાર્ય સુપેરે ચાલી શકે.  

સંબંધિત સમાચાર