રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા13 નવેમ્બર, 2024| Super Admin

અમીરગઢ ના ઇકબાલગઢ થી વિરમપુર જવાના રસ્તા નું કામ અધૂરું છોડી દેવાતા લોકોમાં ભારે હાલાકી

અમીરગઢ ના ઇકબાલગઢ થી વિરમપુર જવાના રસ્તા નું કામ અધૂરું છોડી દેવાતા લોકોમાં ભારે હાલાકી

ઇકબાલગઢ થી વિરમપુર અને અંબાજી ના ત્રીસ ગામ ને જોડતો માર્ગ છેલ્લા અઢી વર્ષે થી લોકો ના માટે બન્યો મુશ્કેલી નો માર્ગ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી દૂર નાં ગામડાઓ સુધી પણ પાકા રોડ બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમીરગઢનાં ઈકબાલગઢ થી વિરમપુર અને અંબાજી ના ત્રીસ ગામ ને જોડતો માર્ગ લોકો ના માટે મુશ્કેલી નો માર્ગ બની ગયો છે. બનાસકાંઠા નાં અમીરગઢ ઈકબાલગઢ થી વિરમપુર જવા નો અંદાજે 12 કિલોમીટર જેટલો માર્ગ બનાવવામાં અઢી વર્ષ જેટલો સમય વીતવા છતાં કામ પૂરું નાં થતાં સ્થાનિક લોકો વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. 

રોડ પર અડધું કામ પતી ગયુ છે જોકે બાકી કામ પૂરુંનાં કરાતા લોકો ને વાહન ચાલકો ને મુશ્કેલી પડી રહી છે. જો કે રોડ બનાવવાની કામગીરી અઢી વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી જોકે હજુ સુધી આ કામ પૂરું કર્યું નથી. રોડ ઉપર મેટલ પાથરી છે. અને બાકી નું ડામર કામ અધૂરું જે પૂરું નાં કરાતા કામ કરી રહેલી કંપની ને ટરમીનેટ કરી અન્ય એજન્સી ને કામ સોંપાયું હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જોકે સ્થાનિક લોકો ને અવર જવર તેમજ વાહન ચાલકો ને વાહન લઇ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.ત્યારે લોકો ની માંગ છે. કે ઝડપથી આ રોડ નું કામ પૂરું કરવામાં આવે ઈકબાલગઢ થી કપાસિયા જવાના માર્ગ ઉપર પડેલા ખાડાઓને પણ ઝડપથી પૂરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર