રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત9 મે, 2025| Super Admin

ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ : કંટ્રોલરૂમ ધમધમતા થયા

ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ : કંટ્રોલરૂમ ધમધમતા થયા
સુરત કલેકટર કચેરીમાં ખાસ વોરરૂમ શરૂ કરવામાં આવ્યો. જે ભારતીય ભૂમિદળ, નૌકાદળ અને એરફોર્સ સાથે સીધો સંપર્ક રાખશે, સુરત શહેરના પોલીસ કમિશનર પણ આ વોરરૂમ સાથે સતત સંપર્કમાં રહેશે. અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. ખાસ કરીને જ્યારે સવારથી જ સોશિયલ મીડિયા પર એક સમાચાર વહેતા થાય હતા કે જામનગરમાં વહેલી સવારે એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. અને તેને તાત્કાલિક ધોરણે તોડી પડાયું હતું. અને જામનગરમાં આ ડ્રોનના પગલે બ્લેક આઉટ પણ કરવામાં આવ્યું હતું. જામનગરમાં કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો જોકે જામનગર કંટ્રોલ રૂમ દ્વારા માહિતીનું ખંડન કરવામાં આવ્યું છે. અને આવું કોઈ ડ્રોન તોડી પાડવાની વાતને માત્ર અફવા ગણાવી છે. ત્યારે આવા કોઈ સમાચાર પર ભરોસો ના કરવા લોકોને અપીલ કરી છે. તો જામનગરમાં કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં કલેક્ટર, પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ સતત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં હાજર રહી રાઉન્ડ ધ ક્લોક સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. સુરતમાં પણ વોરરૂમ શરૂ સુરતમાં પણ તંત્ર એલર્ટ સ્થિતિમાં છે. સુરત કલેકટર કચેરીમાં ખાસ વોરરૂમ શરૂ કરવામાં આવ્યો છે, જે ભારતીય ભૂમિદળ, નૌકાદળ અને એરફોર્સ સાથે સીધો સંપર્ક રાખશે. સુરત શહેરના પોલીસ કમિશનર પણ આ વોરરૂમ સાથે સતત સંપર્કમાં રહેશે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર શરૂ કરાયેલો આ વોરરૂમ કેન્દ્ર સાથે સીધો સંચાર રાખી શકશે, જેથી કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં તરત પ્રતિસાદ આપી શકાય. બનાસકાંઠામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તારમાં આવતો હોવાથી અહીં તંત્ર ખાસ સજ્જ છે. જિલ્લા કલેક્ટર, SP અને નાયબ કલેક્ટર કંટ્રોલ રૂમ પહોંચીને બોર્ડર વિસ્તારની સુરક્ષા અંગે ચર્ચા કરી ચુક્યા છે. પાલનપુરમાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, તેમજ તમામ તાલુકા મથકો પર કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. જો કોઈ અનિશ્ચિત બનાવ બને તો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં તંત્ર એલર્ટ પર છે અને તમામ લેવલે કડક સુનિશ્ચિતતા અપનાવવામાં આવી રહી છે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં જનતાની સુરક્ષા માટે તુરંત પગલાં લેવામાં આવી શકે.

સંબંધિત સમાચાર