રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા7 ફેબ્રુઆરી, 2025| Super Admin

ડીસાના બલોધર ગામના યુવાન ને આખલાએ શીંગડુ મારતા ધટના સ્થળે મોત

ડીસાના બલોધર ગામના યુવાન ને આખલાએ શીંગડુ મારતા ધટના સ્થળે મોત
ડીસાના બલોધર ગામના પૂર્વ સરપંચ ના પુત્રને આખલાએ શીંગડુ મારતા મોત થી અરેરાટી; મૂળ ડીસા તાલુકાના બલોધર ગામના વતની અને થરાદ તાલુકાના કુંભારા ગામે ખેતમજુરી કરતા ઠાકોર(પરમાર) અજમલજી ઈશ્વરજી ઉંમર વર્ષ 45 જેવો પોતાના છોકરાને તારીખ:૦૬-૦૨-૨૦૨૫ ને ગુરૂવારે બપોરના સમયે કુંભારા ગામ થી પોતાના વતન બલોધર ગામે મુકવા જઈ રહ્યા હતા તે દરમિયાન વેદલા થી ભોરડુ રોડ વચ્ચે બે આખલા જગડી રહ્યા હતા. તે દરમિયાન આખલાએ પાછળના ભાગમાં શીંગડુ મારતા શીંગડુ આરપાર નીકળી જતા બલોધરના વતની યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જેમનુ પી.એમ થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે કરી વાલી વારસદારોને સોપવામાં આવી હતી. શ્રમજીવી પરિવારના નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા નિરાધાર બન્યા હતા અને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત ભરમાં રખડતા ઢોરો દ્વારા અનેક માસુમ લોકોને અડફેટમાં લેવાના કારણે માસુમ લોકો જીવ ગુમાવે છે જેમાં આજે બલોધરના યુવાને જીવ ગુમાવતા શ્રમિક પરિવારજનો નિરાધાર બન્યા હતા

સંબંધિત સમાચાર