રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા10 જાન્યુઆરી, 2025| Super Admin

ઇકબાલગઢ માંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી પકડવામાં આવી

ઇકબાલગઢ માંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી પકડવામાં આવી

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ માંથી પોલીસે ચાઈનીઝ દોરીની ફીરકી એક દુકાનમાંથી ઝડપી પાડી છે જેમાં પોલીસે કુલ 8000 થી વધુ નો મુદ્દા માલ કબજે લઈ જિલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કર્યા બદલ દુકાન ધારાક ઉપર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે ઈકબાલગઢ મા પોલીસ તપાસ હાથ ધરે તો મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરી ઝડપાઈ આવે તેમ છે. બનાસકાંઠા મેજીસ્ટ્રેટ દ્વારા ઉતરાયણ નિમિત્તે ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ પ્લાસ્ટિક લાયલોન દોરીના વેચાણ કે ઉત્પાદન પ્રતિબંધ મૂકવા જાહેરનામું મૂકવામાં આવ્યું છે જે અન્વયે અમીરગઢ તાલુકાના વેપારી મથક ઈકબાલગઢમાં પોલીસને બાતમી મળેલી ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે જે બાતમી હકીકતના આધારે પોલીસે પંચો સાથે રાખી પંચાયત નજીક આવેલી મહાકાળી જનરલ સ્ટોર્સ મા તપાસ હાથ ધરી હતી જેમાં કટ્ટામાં પોલીસે ખોલી જોતા અંદરથી ચાઈનીઝ દોરીઓ ની 8 ફીરકીઓ મળી આવી હતી. જેથી પોલીસે કુલ મુદ્દા માલ કબજે દુકાનદાર ઉપર અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમીરગઢ ઈકબાલગઢ તંત્ર દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીઓ ઝડપાઈ આવે તેમ છે.

સંબંધિત સમાચાર