રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય29 મે, 2025| Super Admin

ભારતના ૪૯ જિલ્લાઓમાં જન્‍મદરથી વધુ મૃત્‍યુદરનો આંકડો નોંધાયો

ભારતના ૪૯ જિલ્લાઓમાં જન્‍મદરથી વધુ મૃત્‍યુદરનો આંકડો નોંધાયો

દેશમાં ૪૯ જિલ્લાઓ એવા છે જ્‍યાં જન્‍મેલા બાળકો કરતા મૃત્‍યુની સંખ્‍યા વધુ છે. ભારતના નાગરિક નોંધણી ડેટા ૨૦૨૧ એ એક અણધારી અને મહત્‍વપૂર્ણ વસ્‍તી વિષયક વલણનો પર્દાફાશ કર્યો છે. આ એવી પરિસ્‍થિતિ છે જે સામાન્‍ય રીતે ભારતમાં જોવા મૃતી નથી, જ્‍યાં ઊંચા જન્‍મ દરને કારણે વસ્‍તી સતત વધી રહી છે. મોટાભાગના જિલ્લાઓ જ્‍યાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે તે દક્ષિણ ભારતના રાજ્‍યોમાં છે. આ ફેરફાર કેરળ, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્‍યોમાં વધુ જોવા મળ્‍યો છે. ડેટા દર્શાવે છે કે આ પરિસ્‍થિતિ સમગ્ર દેશમાં એકસરખી નથી. આ વલણ મુખ્‍યત્‍વે તમિલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા દક્ષિણ રાજ્‍યોના ઘણા જિલ્લાઓમાં જોવા મળ્‍યું છે. ૨૦૧૯ થી ૨૦૨૧ સુધી, આ પ્રદેશોમાં એવા જિલ્લાઓની સંખ્‍યામાં વધારો થયો છે જ્‍યાં મૃત્‍યુની સંખ્‍યા જન્‍મ કરતા વધુ છે. એટલે કે, આ જિલ્લાઓમાં મૃત્‍યુ દર જન્‍મ દર કરતા વધારે છે. ૨૦૧૯ માં, આખા દેશમાં આવા જિલ્લાઓની સંખ્‍યા ફક્‍ત ૭ હતી જ્‍યાં જન્‍મેલા બાળકોની સંખ્‍યા મૃત્‍યુ પામેલા બાળકો કરતા ઓછી હતી. જ્‍યારે ૨૦૨૧ માં, એવા જિલ્લાઓની સંખ્‍યા જ્‍યાં મૃત્‍યુ દર વધારે છે તે વધીને ૪૯ થઈ જશે.આ ૪૯ જિલ્લાઓમાં, સૌથી વધુ જિલ્લાઓ તમિલનાડુ રાજ્‍યના છે. ૨૦૧૯ માં, તમિલનાડુમાં આવા જિલ્લાઓની સંખ્‍યા શૂન્‍ય હતી, પરંતુ ૨૦૨૧ માં આવા જિલ્લાઓની સંખ્‍યા વધીને ૧૭ થઈ ગઈ. તમિલનાડુમાં કુલ ૩૭ જિલ્લાઓ છે અને તે મુજબ, આ આંકડો ૫૦ ટકાની નજીક પહોંચતો હોય તેવું લાગે છે. આ ડેટા ચોક્કસપણે ભારતની વસ્‍તી વિષયકતામાં સંભવિત પરિવર્તન તરફ નિર્દેશ કરે છે. જ્‍યારે કેટલાક વિસ્‍તારોમાં વસ્‍તી હજુ પણ વધી રહી છે. ઉત્તર પ્રદેશના તમામ ૭૫ જિલ્લાઓ અને મધ્‍ય પ્રદેશના ૫૧ જિલ્લાઓમાં જન્‍મ દર મૃત્‍યુ દર કરતા ઘણો વધારે છે.વળદ્ધ વસ્‍તીમાં વધારો દક્ષિણ ભારતના ઘણા રાજ્‍યોમાં, જન્‍મ દર રાષ્‍ટ્રીય સરેરાશ કરતા ઓછો છે અને આયુષ્‍ય વધારે છે, જેના કારણે વળદ્ધોની વસ્‍તી વધી રહી છે. આનાથી મૃત્‍યુદરમાં વધારો થઈ શકે છે.

સંબંધિત સમાચાર