રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
ગુજરાત11 જૂન, 2025| Super Admin

અમદાવાદમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા 24 ઈસમોને “પાસા”, 10 ઇસમો વિરુધ્ધ તડીપાર હેઠળ કાર્યવાહી કરવામાં આવી

અમદાવાદમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા 24 ઈસમોને “પાસા”, 10 ઇસમો વિરુધ્ધ તડીપાર હેઠળ કાર્યવાહી કરવામાં આવી

(જી.એન.એસ) તા. 10

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 148મી “રથયાત્રા” યોજાવાની છે તેના પૂર્વે જ રાજ્ય અને શહેરમાં કાયદો, વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તેમજ લોકોમાં કોમી એકતા, સુરક્ષા અને સલામતી અનુભવાય તેમજ અસામાજીક તથા ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા અંગેની અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવાનાં ઉદેશ્યથી શહેરના ચાંદખેડા, અમરાઇવાડી, સાબરમતી, ઇસનપુર, કાગડાપીઠ, જી.આઇ.ડી.સી.વટવા, કારંજ, મણીનગર, નરોડા, સોલા હાઇકોર્ટ, રામોલ, શહેરકોટડા, એરપોર્ટ, નારોલ, વટવા, કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારોના અલગ અલગ અસામાજીક પ્રવૃતિ કરતા કુલ 24 ઈસમો વિરુધ્ધમાં પોલીસ કમિશનર જી.એસ.મલિક સાહેબ નાઓએ એકસાથે “પાસા” ના કાયદા હેઠળ કાર્યવાહી કરી રાજયની પાલારા ભુજ જેલમાં મોકલી આપેલ છે. આ સિવાય 10 ઇસમો વિરુધ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અમદાવાદ શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા ઈસમો પર સખત કાર્યવાહી થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુચારુરુપે ચાલે તે અર્થે અમદાવાદ શહેર પોલીસ ટીમ સંપુર્ણપણે કટિબધ્ધ છે અને આવા તત્વો વિરુધ્ધ આ પ્રકારે નિયમિતપણે કામગીરી થતી રહે તે માટે અમદાવાદ શહેરના તમામ પોલીસ અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે.



Source link

સંબંધિત સમાચાર