ધાનેરા પોલીસ રાજસ્થાન બોર્ડરની વાસણ ચોકી ઉપર બુધવારે રાત્રે વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન પીઆઇ એ.ટી.પટેલને બાતમી મળતાં એક ટ્રક વાસણ ચેકપોસ્ટ ઉપર આવતા આઇસર ટ્રક રોકાવી તપાસ કરતાં ટ્રકમાંથી ખાલી કેરેટમાં વિદેશી દારૂ-બીયરની બોટલ નંગ- 2664 રૂ.2,79,720 મળી આવ્યો હતો. આમ 8 લાખની આઇસર ટ્રક, મોબાઈલ બે રૂપિયા 1000 મળી કુલ રૂ.10,89,720 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ટ્રક ચાલક રામરામ ખુમારામ હરારામ ગવારીયા (રહે.સિંણધરી-રાજસ્થાન), મદનલાલ કિશનજી પ્રભુજી ગવારીયા (રહે.જીવાણા,તા.સાયલા-રાજસ્થાન) ની અટકાયત કરી આગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ ચલાવી રહ્યા છે.
ધાનેરાના વાસણ ચેકપોસ્ટ પર 10.89 લાખના દારૂ ભરેલી ટ્રક સાથે 2ની ધરપકડ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાદિયોદરના સણાદાર ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ગવાડી બિહારીબાગમાંથી 13.7 ગ્રામ મેફેડ્રોન સાથે એક શખ્સની ધરપકડ કરાઈ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાનો ખેડૂત હનીટ્રેપમાં ફસાયો : રૂ. 5 લાખની ખંડણી માંગવાનો આરોપ
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં ચકચારી ઘટના : ક્વાર્ટરમાંથી કોન્સ્ટેબલની પત્નીનો શંકાસ્પદ મૃતદેહ મળતા હડકંપ
2 દિવસ પહેલા
