રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય8 જુલાઈ, 2025| Super Admin

ભાભરની મીઠા ચોકડી ઉપર લારીમાંથી પાણીપુરી ખાતા ૧૭ ને ફુડ પોઈઝનની અસર

ભાભરની મીઠા ચોકડી ઉપર લારીમાંથી પાણીપુરી ખાતા ૧૭ ને ફુડ પોઈઝનની અસર
આરોગ્ય તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં : દર્દીઓ રામ ભરોસે ભાભર તાલુકાના મીઠા ગામે ચોકડી ઉપર આવેલી એક પાણીપુરીની લારી ઉપરથી પાણીપુરી ખરીદીને ખાતાં ફુડ પોઈઝનની અસર થતાં ૧૭ જેટલા લોકોને પ્રાઈવેટ દવાખાને સારવાર લેવાની નોબત આવી છે. મીઠા ગામે ચોકડી ઉપર પાણીપુરીની લારી હોવાથી અલગ અલગ ગામના લોકો પાણીપુરી ખરીદી ઘરે લઈ જઈને ખાતાં હોય છે. ત્યારે શનિવારે સાંજે પાણીપુરી ખાવાથી ફુડ પોઇઝનની અસર થતાં ૧૭ જેટલા લોકોને ઝાડા ઉલટી થતાં પ્રાઈવેટ દવાખાને સારવાર લેવા ગયા હોવાનાં આક્ષેપ ઉઠી રહ્યા છે. જોકે કોઈ દર્દીએ સરકારી દવાખાને સારવાર લીધી નથી. જેથી સત્તાવાર આંકડો જાણી શકાય તેમ નથી. પરંતુ આરોગ્ય તંત્ર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં સરી પડ્યું હોય તેમ આવી ઘટનાથી પણ અજાણ છે. જાણવા મળતી વિગતો મુજબ ભાભર તાલુકાના અસાણા ગામના ચતુરજી પ્રતાપજી ઠાકોર પરિવારના છ લોકોને મીઠા ચોકડીની એક લારી ઉપરથી ખરીદીને ઘરે જઈને પાણીપુરી ખાધાં બાદ ઝાડા ઉલટી થતાં પ્રાઈવેટ દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અન્ય લોકોની પણ આવી હાલત થઈ છે ત્યારે જવાબદાર તંત્ર ચોમાસામાં રોગચાળો ફેલાય તે પૂર્વે સજાગતા દાખવે તેવો જનમત પ્રવર્તે છે.

સંબંધિત સમાચાર