ગુજરાતઃ હેલ્મેટ બાદ હવે સીટ બેલ્ટનો કાયદો પણ કડક, જાણો કેટલો દંડ ?

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં થોડા સમયથી ટ્રાફિકનાં નિયમોને કડક બનાવીને મસમોટા દંડ વસૂલવામાં આવી રહ્યાં છે. ત્યારે હાલ હેલ્મેટને પણ ફરીથી ફરજિયાત પણ બનાવી દેવામાં આવી છે. આ સાથે તમામ કાર ડ્રાઇવ કરનારા માટે સીટ બેલ્ટ તો ફરજિયાત છે. પરંતુ તેની સાથે ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા વ્યક્તિએ પણ સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો દંડની સાથે આઈપીસીની કલમ ૨૭૯ હેઠળ રેશ ડ્રાઈવિંગનો ગુનો નોંધવા સુધીના કડક પગલાં ભરવાની તૈયારી દાખવી છે. આ કાયદાનું પાલન કરાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ આ અંગેની ઝુંબેશ પણ શરૂ કરશે.આ અંગે ટ્રાફિકનાં ડીસીપી પ્રમાણે, ‘ફોર વ્હીલર્સનાં અકસ્માતોમાં મોટાભાગનાં કિસ્સામાં ફ્રન્ટ પેસેન્જરે જ્યારે સીટ બેલ્ટ બાંધ્યો ન હોય તો તેને સૌથી વધુ ઈજા થતી હોય છે. એટલે આ રીતે પ્રવાસીની ઈજાની જવાબદારી પણ ડ્રાઈવ કરનારની જવાબદારી હોય છે. તે ન્યાયે હવે જો પેસેન્જરે સીટ બેલ્ટ પહેર્યો ન હોય તો ડ્રાઈવ કરનાર પર ગુનો નોંધવાનું શરૂ કરાશે.’ જો ફ્રન્ટ પેસેન્જરે સીટબેલ્ટ પહેર્યો નહીં હોય તો બે નિયમો મુજબ કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવશે. સ્ફ એક્ટ ૈંઁઝ્ર ૨૭૯ પ્રમાણે પહેલી વાર પકડાશો તો દંડ ૫૦૦ રૂપિયા થશે જ્યારે બીજી વારમાં ૧૦૦૦ રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આ સાથે આરોપી ડ્રાઈવરને છ માસ સુધીની કેદ અને ૧૦૦૦ દંડ પણ થઇ શકે છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.