
બનાસકાંઠાના આઠ છાત્રો ચાઈનામાં : પરિવારજનો ચિંતાતુર
રખેવાળ ન્યૂઝ પાલનપુર : ચાઇનામાં કોરોના વાયરસથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. જ્યાં પાલનપુર સહિત બનાસકાંઠાના પણ આઠ છાત્રો અભ્યાસ અર્થે ગયા હોઈ તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે. ત્યારે ચીનમાં રહેલા બનાસકાંઠાના વિદ્યાર્થી ઓને જરૂરી મદદ-સહાય માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જ્યાં પાલનપુર ખાતે આવા યુવાનોના પરિવારની મદદ માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.ચાઇનામાં કોરોના વાયરસથી સર્જાયેલી ગંભીર સ્થિતીમાં દેશના અનેક છાત્રો, નાગરિકો ફસાઈ ગયા છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુર સહિત બનાસકાંઠાના પણ આઠ છાત્રો અભ્યાસ અર્થે ગયા હોઈ તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે. ત્યારે ચીનમાં રહેલા બનાસકાંઠાના વિદ્યાર્થી ઓને જરૂરી મદદ-સહાય માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જ્યાં પાલનપુર ખાતે આવા યુવાનોના પરિવારની મદદ માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જ્યાં ચાઇનામાં અભ્યાસ કરતા બનાસકાંઠા જિલ્લાના યુવાનોના વાલી-પરિવારો કંટ્રોલરૂમ ૦૨૭૪૨- ૨૫૦૬૨૭ નંબર પર સંપર્ક કરી વિગતો આપી શકશે. આ અંગે જીલ્લા કલેકટર સંદિપ સાંગલે જણાવ્યું હતું કે, ચાઈનામાં ઉદ્દભવેલી પરિસ્થિતિમાં બનાસકાંઠાના છાત્રો અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. જેમાં પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટરના કર્મચારી વિનય બારોટના પુત્ર નવનીત બારોટ અને અન્ય બે યુવકો ચાઈનામાં છે. આ ઉપરાંત વિજય નામના છાત્ર સાથે વાતચીત થઈ છે. જેઓ પાંચ મિત્રો ચાઈનામાં છે. આ તમામ છાત્રો ત્યાં સલામત છે. હજુ પણ બનાસકાંઠા ના આવા અન્ય છાત્રો અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.