થરાદના ખાનપુર ગામે અફીણનું વાવેતર કરનાર આરોપીને ૧૦ વર્ષની કેદ અને એક લાખનો દંડ
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ તાલુકાના ખાનપુર ગામના એક ખેડૂતના ખેતરમાં અફીણ વાવ્યું હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં ખેતરમાંથી અફીણ જડપી પડી પોલીસ ફરિયાદ નોંધી હતી.જે કેશ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને ૧૦ વર્ષ જેલની સજા તેમજ ૧ લાખ રૂપિયા દંડ ફટકારતાં ચકચાર મચી ગઇ હતી. થરાદ તાલુકાના ખાનપુર ગામે રહેતા માવજીભાઈ નશાભાઇ પ્રજાપતિએ પોતાના ખેતરમાં બિનઅધિકૃત રીતે મોટી સંખ્યામાં અફીણના છોડ વાવ્યા હતા. જેની બાતમી થરાદ પોલીસને મળતા પોલીસે રેડ કરતા ખેતરમાંથી ૯,૬૫,૦૦૦ રૂપિયાના અફીણના ૫૦૦ છોડ સહીતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જેની પોલીસે ફરિયાદ નોંધી હતી. જે કેશ કોર્ટમાં ચાલી જતાં આજે કોર્ટે આરોપીને દસ વર્ષની સજા તેમજ ૧ લાખનો દંડ ફટકાર્યો હતો.