ડીસા પોલિસની ફરજ સાથે માનવતાવાદી સરાહનીય કામગીરી
-xGESuqFFoM
ડીસા
કોરોનાના કહેર વચ્ચે સમગ્ર રાજ્યમાં મજૂરી કરતા ૨૫ મજૂરો સાતેક દિવસથી અમદાવાદ હાઈવે ખાતે અટવાયા બાદ જેમતેમ કરી ડીસા આવી પહોંચ્યા હતા. જોકે ડીસા આવ્યા બાદ હાઇવે ઉપર ખાનગી વાહન ન મળતા નિસહાય હાલતમાં ભૂખ્યા તરસ્યા ઉભા હતા ત્યારે જિલ્લા પોલીસ વડાની સૂચના આધારે ઉત્તર પોલિસના પીઆઇ જે. વાય. ચૌહાણ અને સ્ટાફના જવાનો તેમની મદદે આવી પહોંચ્યા હતા. જેમને જમાડીને બસ અને ખાનગી વાહનો બંધ હોવાના કારણે આ ૨૫થી વધુ મજૂરો તેમજ બાળકો સહિતનાને પોલીસવાન મારફત માદરે વતન પહોંચાડી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.