ડીસા આદર્શ હાઈસ્કૂલ રોડ પર વધુ એક કાર સળગી.
ov9ZXuIRPn8
ડીસામાં સોમવારે ચન્દ્રલોક રોડ ઉપર એક કાર સળગ્યા બાદ મંગળવારે પણ આદર્શ હાઈસ્કૂલ નજીકના રોડ ઉપર બપોરના સુમારે વધુ એક કાર એકા એક સળગી ઉઠતા ભારે દોડ ધામ મચી જવા પામી હતી. જોકે સ્થાનિક દુકાનદારોએ સમયસૂચકતા વાપરી તાબડતોબ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પરંતુ કારને વ્યાપક નુકશાન થવા પામ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે હાલમાં પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવના પગલે લોકો મોટાભાગે એલ.પી.જી. અને સી.એન.જી. ગેસયુક્ત વાહનો વાપરતા હોવાને લઇ અનેક વાર ટેક્નિકલ ખામીઓ સર્જાતાં આ ગેસવાળા વાહનો સળગી ઉઠતા હોય છે પણ ઉનાળાના આરંભે જ બે દિવસમાં બે કાર આગમાં લપેટાતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.