રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય28 જુલાઈ, 2025| Super Admin

યોગી આદિત્‍યનાથે રેકોર્ડ બનાવ્‍યો : યુપીના સૌથી લાંબા સમય સુધી મુખ્‍યમંત્રી બન્‍યા

યોગી આદિત્‍યનાથે રેકોર્ડ બનાવ્‍યો : યુપીના સૌથી લાંબા સમય સુધી મુખ્‍યમંત્રી બન્‍યા
સ્‍વર્ગસ્‍થ મુલાયમ સિંહ યાદવ અને એનડી તિવારી તેમજ માયાવતી અને અખિલેશ યાદવ જેવા નેતાઓને પાછળ છોડી દીધા : ૩૭ વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્‍યો ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે એક નવો રેકોર્ડ બનાવ્‍યો છે. યોગી આદિત્‍યનાથ રાજ્‍યમાં સૌથી લાંબા સમય સુધી મુખ્‍યમંત્રી તરીકે સેવા આપનારા પ્રથમ નેતા બન્‍યા છે. તેમણે રાજ્‍યના પ્રથમ મુખ્‍યમંત્રી ગોવિંદ વલ્લભ પંતનો રેકોર્ડ તોડ્‍યો છે. યોગી આદિત્‍યનાથે અત્‍યાર સુધી ૮ વર્ષ અને ૧૩૨ દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. જયારે ગોવિંદ વલ્લભ પંતનો કુલ કાર્યકાળ આઝાદી પૂર્વ સહિત ૮ વર્ષ અને ૧૩૨ દિવસનો રહ્યો હતો. યોગી આદિત્‍યનાથે ૧૯ માર્ચ ૨૦૧૭ના રોજ મુખ્‍યમંત્રી પદની શપથ લીધી હતી. જયારે વર્ષ ૨૦૨૨માં તે સતત બીજી વખત સીએમ બન્‍યા છે. યોગી આદિત્‍યનાથ ઉત્તર પ્રદેશના ૨૨માં મુખ્‍યમંત્રી છે. તે ગોરખનાથ મઠના મહંત છે. આ ઉપરાંત તે એવા પ્રથમ મુખ્‍યમંત્રી છે જેમણે સતત બીજી વાર મુખ્‍યમંત્રી પદના શપથ લીધા છે. યોગી આદિત્‍યનાથે વર્ષ ૧૯૯૮માં ૨૬ વર્ષની ઉંમરમાં ગોરખપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને રાજનીતિના પ્રવેશ મેળવ્‍યો હતો. તે દેશના યુવા સાંસદ હતા. તે સતત પાંચ વાર ગોરખપુર બેઠક પરથી લોકસભા પહોંચ્‍યા હતા. યોગી આદિત્‍યનાથની રાજકીય સફર વર્ષ ૧૯૯૮માં શરુ થઈ હતી. તેમજ મુખ્‍યમંત્રી બન્‍યા બાદ તેમણે અનેક પરંપરાઓને તોડી હતી. જેમાં એવું કહેવામાં આવતું હતું કે જે મુખ્‍યમંત્રી નોઈડાની મુલાકાત લે છે તે બીજી વાર મુખ્‍યમંત્રી નથી બનતા. તેમજ પહેલાની સરકારો નોઈડાના વિકાસ યોજનાઓનો લખનૌથી ઓનલાઈન શુભારંભ કરવામાં આવતો હતો. જોકે, યોગી આદિત્‍યનાથે આ પરંપરાને તોડી અને સીએમ બન્‍યા બાદ અનેક વાર નોઈડાની મુલાકાત લીધી હતી. તેમજ પ્રથમ કાર્યકાળ બાદ બીજો કાર્યકાળ પણ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.      

સંબંધિત સમાચાર