મુંબઈ: IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સની મુશ્કેલીઓ જાણે ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. એક તરફ ટીમની કેપ્ટનશીપને લઈને હાર્દિક પંડ્યા સતત ટીકાઓનો સામનો કરી રહ્યો છે, ત્યાં બીજી તરફ હવે સ્વાસ્થ્યના કારણે તેણે મેદાનની બહાર બેસવાનો વારો આવ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મહત્વની મેચમાં જ્યારે હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ ટૉસ માટે મેદાન પર આવ્યો, ત્યારે સ્ટેડિયમમાં હાજર ફેન્સ અને સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉભા થયા હતા.
કેમ મેદાનની બહાર થયો હાર્દિક?
ટૉસ દરમિયાન કેપ્ટન તરીકે આવેલા સૂર્યકુમાર યાદવે સ્પષ્ટતા કરી હતી કે હાર્દિક પંડ્યાની તબિયત ઠીક નથી. મળતી માહિતી મુજબ, હાર્દિકને 'બેક સ્પાઝમ' એટલે કે કમરના સ્નાયુઓમાં ખેંચાણની સમસ્યા થઈ છે. આ ઈજા એટલી અચાનક હતી કે ટીમનો સાથી ખેલાડી રિયાન રિકલટન પણ આ અંગે અજાણ હતો. રિકલટને જણાવ્યું કે, મેચના દિવસે બપોરે જ ટીમને જાણ થઈ કે હાર્દિક પીઠના દુખાવાને કારણે રમી શકશે નહીં.
શું આગામી મેચમાં વાપસી કરશે?
સ્પોર્ટ્સ ફિઝિયોના મતે, સામાન્ય રીતે 'બેક સ્પાઝમ' એક-બે દિવસ આરામ અને આઈસ પેક (બરફની શેક) કરવાથી મટી જતું હોય છે. જોકે, જો ખેંચાણ ગંભીર હોય તો એક અઠવાડિયા જેવો સમય પણ લાગી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ માટે રાહતના સમાચાર એ છે કે ટીમની આગામી મેચ હવે 6 દિવસ પછી છે. આ લાંબો બ્રેક હાર્દિકને રિકવર થવામાં મદદરૂપ સાબિત થશે અને આશા છે કે રાયપુર પ્રવાસ સુધીમાં તે ફરી ફિટ થઈને ટીમમાં જોડાઈ જશે.
શું હાર્દિક પંડ્યાની ઈજા મુંબઈને ભારે પડશે? કેમ અચાનક બહાર થયો કેપ્ટન

સંબંધિત સમાચાર
રમતગમતઆયર્લેન્ડ સામે ભારતની ઐતિહાસિક હાર, શ્રેયસ ઐયરની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા ફ્લોપ
1 દિવસ પહેલા
રમતગમતવૈભવ સૂર્યવંશીનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ અટક્યું, કેપ્ટન શ્રેયસ ઐયરે આશાઓ પર પાણી ફેરવ્યું
1 દિવસ પહેલા
રમતગમતધ્રુવ જુરેલે ધમાકેદાર સદી ફટકારી અને વરસાદ છતાં ભારતે 400 થી વધુ રન બનાવ્યા
1 દિવસ પહેલા
રમતગમતશ્રેયસ ઐયર પહેલા કેટલા ખેલાડીઓએ T20I માં ભારતનું નેતૃત્વ કર્યું, સૂર્યા બાદ હવે કોણ કમાન સંભાળશે?
1 દિવસ પહેલા
