રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
ગુજરાત24 મે, 2025| Super Admin

વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી

વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી

રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. આ દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે. આરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવી લેવામાં આવી છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત શરૃ કરવામાં આવી છે.ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી છે. જિલ્લામાં ૭૫૦૦ પૈકી ૫૦૪ જેટલી ફિશિંગ બોટો હજુ દરિયામાં છે. તો બીજી તરફ ઓનલાઈન સિસ્ટમમાં સર્વર ડાઉન હોવાથી બોટોની પરત એન્ટ્રી નથી થતી.જિલ્લામાં ગત ૧૭ મેથી ફરી ફિશિંગ પર પ્રતિબંધ આવેલ છે.ગુજરાતમાં ચક્રવાતના સંકટની અંબાલાલ પટેલની આગાહી કરી છે. મેના અંતમાં ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ રહેશે. ચક્રવાત સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે ચક્રવાત સકિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતભરમાં ૨૩ મેથી ૩૧ મે સુધી માવઠાની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દરિયાઈ કાંઠાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે. સાથે જ દરિયાઇ કાંઠે પવનની ગતિ ૧૦૦ કિમિ પ્રતિકલાકની ઝડપની રહેવાની શકયતા છે.

સંબંધિત સમાચાર