દેશભરમાં ચોમાસાની રાહ જોઈને બેઠેલા કરોડો નાગરિકો અને ખેડૂતો માટે હવામાન જગતમાંથી આ સમયના સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. શરૂઆતમાં ધમાકેદાર એન્ટ્રી કરીને માત્ર ૧૫ દિવસમાં ૧૯ રાજ્યો સુધી પહોંચેલું ચોમાસું હવે અટકી પડ્યું છે. ગત ૮ જૂનથી ચોમાસું તેલંગાણામાં અટવાયેલું છે અને છેલ્લા ૧૧ દિવસથી તે આગળ વધી રહ્યું નથી, જેના કારણે ગુજરાત સહિતના પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યો વરસાદ માટે તરસ્યા છે.
આંકડાઓ પર નજર કરીએ તો, ૧ થી ૧૮ જૂન વચ્ચે દેશમાં સામાન્ય કરતાં ૩૮% ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની રહી છે, જ્યાં સામાન્ય કરતાં ૭૮% ઓછો વરસાદ થયો છે. જ્યારે આપણા ગુજરાતમાં સામાન્ય કરતાં ચોંકાવનારી ૭૯% ની ઘટ નોંધાઈ છે. આ અખા અવરોધ પાછળ એક જ સમયે સક્રિય થયેલી ૫ અલગ-અલગ વેધર સિસ્ટમ જવાબદાર છે. અરબી સમુદ્રમાંથી ભેજવાળા તેજ પવનો નથી આવી રહ્યા અને વાતાવરણના ઉપલા સ્તરમાં એટલે કે ૮ થી ૧૫ કિલોમીટરની ઊંચાઈએ ફૂંકાતા 'જેટ સ્ટ્રીમ' પવનોની પેટર્ન નબળી પડવાને કારણે દક્ષિણના વાદળો ઉત્તર તરફ ગતિ નથી કરી રહ્યા. આવામાં યુપી-રાજસ્થાન સહિતના ૭ રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી છતાં તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ નોંધાયું છે.
જો કે, આગામી બે દિવસ એટલે કે ૨૦ અને ૨૧ જૂને બિહાર, ઝારખંડ, ઓડિશા, અસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૪ થી ૫ દિવસમાં જેટ સ્ટ્રીમની પેટર્ન બદલાતા જ ચોમાસું ફરી વેગ પકડશે અને મહારાષ્ટ્ર તથા કર્ણાટક થઈ આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે.
દેશમાં સામાન્ય કરતાં 38% ઓછો વરસાદ, ગુજરાતમાં 79% ની મોટી ઘટ સાથે ચોમાસું અટવાયું

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયમથુરા અને બદાયૂંમાં થયેલા અકસ્માતોમાં 2 લોકોના મોત, 20 થી વધુ ઘાયલ
5 કલાક પહેલા
રાષ્ટ્રીયહોર્મુઝમાંથી 3 મહિના બાદ આવ્યું ભારતીય જહાજ
6 કલાક પહેલા
રાષ્ટ્રીયભારત અન્ય દેશોને કેટલા શસ્ત્રો વેચે છે અને આગામી ત્રણ વર્ષ માટે તેના લક્ષ્યો શું છે? સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આંકડા જાહેર કર્યા
6 કલાક પહેલા
રાષ્ટ્રીયલદ્દાખમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિક અને જાહેર સ્થળોએ કચરો ફેંકવા પર કડક પ્રતિબંધ
7 કલાક પહેલા
