રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય5 મે, 2025| Super Admin

પહેલગામ હુમલાને લઈએ જાપાને ભારતને સમર્થન આપ્યું

પહેલગામ હુમલાને લઈએ જાપાને ભારતને સમર્થન આપ્યું

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને 26 લોકોની ક્રૂર હત્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે આતંકવાદીઓ અને તેમના આકાઓ સામે કડક કાર્યવાહી કરશે. આ દરમિયાન, ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને જાપાની સંરક્ષણ પ્રધાન નાકાતાની વચ્ચે એક મોટી બેઠક થઈ છે. આ બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. માહિતી અનુસાર, સોમવારે ભારત અને જાપાનના સંરક્ષણ પ્રધાનો વચ્ચે પહેલગામ આતંકવાદી હુમલા, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની વધતી લશ્કરી ગતિવિધિઓ અંગે એક બેઠક યોજાઈ હતી. બંને પક્ષોએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિસ્થિતિ અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ વધારવા અંગે ચર્ચા કરી. છેલ્લા 6 મહિનામાં બંને દેશોના સંરક્ષણ પ્રધાનોની આ બીજી બેઠક છે. ભારત-જાપાન સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું - "પહલગામ આતંકવાદી હુમલાના પગલે ભારત સાથે મજબૂત એકતા દર્શાવવા બદલ હું જાપાન સરકારનો આભાર માનું છું. આ પ્રસંગે, હું ભારત-જાપાન સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવામાં તમારા અપાર યોગદાનની પ્રશંસા કરું છું.

સંબંધિત સમાચાર