રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય17 મે, 2025| Super Admin

કાશ્મીર, આતંકવાદ અને ઓપરેશન સિંદૂર પર ભારતનું વલણ વિશ્વ સમક્ષ રજૂ કરશે

કાશ્મીર, આતંકવાદ અને ઓપરેશન સિંદૂર પર ભારતનું વલણ વિશ્વ સમક્ષ રજૂ કરશે
40 સાંસદોને 7 જૂથોમાં વહેંચવામાં આવશે; ઓપરેશન સિંદૂરની સફળતા પછી, હવે ભારત સરકાર આતંકવાદ સામે પાકિસ્તાન સરકારનો પર્દાફાશ કરશે. આવી સ્થિતિમાં, સરકાર વિવિધ રાજકીય પક્ષોના સાંસદોને વિદેશ મોકલવાની તૈયારી કરી રહી છે. સાંસદોનું પ્રતિનિધિમંડળ અમેરિકા, બ્રિટન અને યુએઈ જશે. આ સમય દરમિયાન પ્રતિનિધિમંડળ ઓપરેશન સિંદૂરની સફળતા અને વિશ્વભરમાં આતંકવાદ અંગે ચર્ચા કરશે. માહિતી અનુસાર, ભારતના પ્રતિનિધિમંડળમાં 40 સાંસદો હોઈ શકે છે. ૨૩ મેથી શરૂ થનારા ૧૦ દિવસના પ્રવાસ દરમિયાન ભારતીય પ્રતિનિધિમંડળ અનેક દેશોની મુલાકાત લેશે. વાસ્તવમાં, ભારત સરકાર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે મોટી કાર્યવાહીની તૈયારી કરી રહી છે. https://twitter.com/KirenRijiju/status/1923588921365069973 સૂત્રોના જણાવ્યા અનુસાર, 40 સાંસદોનું એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ બનાવવામાં આવશે, જે કાશ્મીર, આતંકવાદ અને ઓપરેશન સિંદૂર પર ભારતનું વલણ વિશ્વ સમક્ષ રજૂ કરશે. 40 સાંસદોને 7 જૂથોમાં વહેંચવામાં આવશે અને આ જૂથો વિવિધ દેશોમાં જશે. અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે મુજબ, આ કાર્યક્રમ 10 દિવસનો રહેશે અને 23 મેના રોજ આ પ્રતિનિધિમંડળના સભ્યો વિદેશ જશે. આ સાંસદો ભારતનો પક્ષ રજૂ કરવા માટે અમેરિકા, બ્રિટન, સંયુક્ત આરબ અમીરાત, દક્ષિણ આફ્રિકા અને જાપાન અને કેટલાક અન્ય દેશોની મુલાકાત લેશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ સંકલનનું કામ કરી રહ્યા છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર શશિ થરૂર, મનીષ તિવારી, પ્રિયંકા ચતુર્વેદી, સસ્મિત પાત્રા, સંજય ઝા, સલમાન ખુર્શીદ, અપરાજિતા સારંગી જેવા સાંસદો આ પ્રતિનિધિમંડળમાં સામેલ થઈ શકે છે.

સંબંધિત સમાચાર