રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
આંતરરાષ્ટ્રીય15 મે, 2025| Super Admin

ભારતમાં હવેથી ઓનલાઈન પાકિસ્‍તાની ચીજવસ્‍તુઓ વેંચાશે નહી

ભારતમાં હવેથી ઓનલાઈન પાકિસ્‍તાની ચીજવસ્‍તુઓ વેંચાશે નહી
પાકિસ્‍તાનને આર્થિક મોરચે તમાચો પડશેઃ પાકિસ્‍તાની ધ્‍વજવાળી એકપણ વસ્‍તુનું ભારતમાં વેંચાણ બંધ : ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે યુદ્ધવિરામ થયો હોવા છતાં, સરકારના મતે ઓપરેશન સિંદૂર ચાલુ છે, જ્‍યારે બીજી તરફ બહિષ્‍કાર પાકિસ્‍તાન અભિયાન પણ તીવ્ર બની રહ્યું છે. આ અંતર્ગત હવે સેન્‍ટ્રલ કન્‍ઝ્‍યુમર પ્રોટેક્‍શન ઓથોરિટી (CCPA) એ એમેઝોન અને ફિ્‌લપકાર્ટ સહિતની ઈ-કોમર્સ કંપનીઓને નોટિસ જારી કરી છે અને તેમને પાકિસ્‍તાન સંબંધિત ધ્‍વજ અને વસ્‍તુઓ દૂર કરવાનો નિર્દેશ આપ્‍યો છે. ભારતે પાકિસ્‍તાનને તેના સરહદી હુમલાઓનો જોરદાર ફટકો આપીને ઘૂંટણિયે પાડી દીધું હતું અને હવે તે તેના પર આર્થિક ફટકો મારીને તેની મુશ્‍કેલીઓમાં સતત વધારો કરી રહ્યું છે.સરકારે પાકિસ્‍તાનના ધ્‍વજ અને તેને લગતી વસ્‍તુઓ વેચવા બદલ કેટલીક મોટી ઓનલાઈન શોપિંગ વેબસાઇટ્‍સને ઠપકો આપ્‍યો છે અને તેમને તાત્‍કાલિક આમ કરવાનું બંધ કરવાનો આદેશ આપ્‍યો છે. વેપારીઓના એક મોટા સંગઠને પણ આ મામલે સરકાર પાસે કાર્યવાહીની માંગ કરી હતી.સેન્‍ટ્રલ કન્‍ઝ્‍યુમર પ્રોટેક્‍શન ઓથોરિટીએ કહ્યું છે કે ઈ-કોમર્સ સાઇટ્‍સ પર પાકિસ્‍તાની ધ્‍વજ અને અન્‍ય સંબંધિત વસ્‍તુઓનું વેચાણ નિયમોનું સ્‍પષ્ટ ઉલ્લંઘન છે અને બધી કંપનીઓએ તેને તાત્‍કાલિક અસરથી દૂર કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે કન્‍ફેડરેશન ઓફ ઓલ ઈન્‍ડિયા ટ્રેડર્સ (CAIT) એ પણ કેન્‍દ્રીય મંત્રી પીયૂષ ગોયલને પત્ર લખીને આ સંબંધિત ચિંતાઓ વ્‍યક્‍ત કરી હતી અને કહ્યું હતું કે ભારત-પાકિસ્‍તાન તણાવ અને સંઘર્ષ છતાં, દેશમાં ઈ-કોમર્સ સાઇટ્‍સ પર પાકિસ્‍તાની ધ્‍વજ અને અન્‍ય વસ્‍તુઓ મુક્‍તપણે વેચાઈ રહી છે. આ પછી, CCPA એ હવે તેમનું વેચાણ તાત્‍કાલિક બંધ કરવા માટે નોટિસ જારી કરી છે.

સંબંધિત સમાચાર