અફઘાનિસ્તાનમાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. પૂર્વીય અફઘાનિસ્તાનના વિવિધ વિસ્તારોમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાને કારણે મોટી તબાહી સર્જાઈ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિંદુકુશ હતું. જ્યારે એક બાળકને ઈજા થઈ છે. 5.9ની તીવ્રતાના આ ભૂકંપના આંચકા પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા, જોકે પાકિસ્તાનમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ પહેલા 3 નવેમ્બર 2025ના રોજ અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં 5.9ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા હતા. ભૂકંપથી શહેરની ઐતિહાસિક બ્લુ મસ્જિદને પણ નુકસાન પહોંચ્યું હતું. આ મસ્જિદ મઝાર-એ-શરીફનું મુખ્ય ધાર્મિક અને પર્યટન સ્થળ છે.
- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /અફઘાનિસ્તાનમાં ભૂકંપનો આંચકો: કુદરતી હોનારતમાં 8 લોકોના કરુણ મોત
અફઘાનિસ્તાનમાં ભૂકંપનો આંચકો: કુદરતી હોનારતમાં 8 લોકોના કરુણ મોત

સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયરશિયા અને યુક્રેને એકબીજા પર બોમ્બમારો કર્યો, 7 લોકોના મોત
2 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયએફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલ રશિયાની મુલાકાત લેવાની તૈયારીમાં
2 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયઇસ્લામાબાદની મસ્જિદમાં નમાજ પઢ્યા બાદ લશ્કર-એ-તૈયબાના વરિષ્ઠ કેડરનું શંકાસ્પદ સંજોગોમાં મોત
3 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયજેડી વાન્સે પીએમ મોદી સાથે વાત કરી, ભારત-અમેરિકાના મહત્વપૂર્ણ સહયોગની ચર્ચા
3 દિવસ પહેલા
