રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય9 જૂન, 2025| Super Admin

ભારતમાં કોરોનાના કેસ ફરી વધવા માંડ્યા : એક્ટિવ કેસ ૬,૪૯૧ પર પહોંચ્યા

ભારતમાં કોરોનાના કેસ ફરી વધવા માંડ્યા : એક્ટિવ કેસ ૬,૪૯૧ પર પહોંચ્યા
છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૮ નવા કેસ નોંધાયા, કોઈ મૃત્યુ નહીં : ગુજરાતમાં પણ ૯૮૦ સક્રિય કેસ સાથે ચિંતાજનક સ્થિતિ : આરોગ્ય મંત્રાલય દ્વારા સાવચેતી રાખવા અપીલ ભારતમાં કોરોના વાયરસની સક્રિયતામાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સોમવારે સવારે ૧૦ વાગ્યા સુધીમાં જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર, દેશભરમાં કોવિડ-૧૯ના સક્રિય કેસોની સંખ્યા વધીને ૬,૪૯૧ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૮ નવા કેસ નોંધાયા છે, જોકે રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ કોવિડ દર્દીના મૃત્યુની સત્તાવાર નોંધ નથી. રાજ્યવાર કોવિડ કેસની સ્થિતિ કોવિડના કેસોના રાજ્યવાર વિશ્લેષણમાં કેરળ હાલમાં સૌથી આગળ છે, જ્યાં ૧,૯૫૭ સક્રિય કેસ છે. ત્યાર બાદ ગુજરાતમાં ૯૮૦, પશ્ચિમ બંગાળમાં ૭૪૭ અને દિલ્હીમાં ૭૨૮ સક્રિય કેસ નોંધાયા છે. એકલા દિલ્હીમાં જ રવિવારથી સોમવારની વચ્ચે ૪૨ નવા સંક્રમિતો સામે આવ્યા છે. જ્યારે, મહારાષ્ટ્રમાં ૭૭ નવા કેસ સાથે ૬૦૭ સક્રિય કેસ છે. આરોગ્ય મંત્રાલયની અપીલ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વર્તમાન પરિસ્થિતિ પર સતત નજર રાખતા જણાવ્યું છે કે, હાલ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી અત્યંત જરૂરી છે. ખાસ કરીને વૃદ્ધો, બીમાર વ્યક્તિઓ અને પહેલાથી કોઈ ગંભીર બીમારીથી પીડિત લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી સાવચેતીઓને ફરીથી અપનાવવાની સલાહ આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર