રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
પાટણ21 જુલાઈ, 2026| Super Admin

પાટણ પાલિકાને મોટો ઝટકો: વિકાસ નકશો સરકારે ફગાવ્યો

પાટણ પાલિકાને મોટો ઝટકો: વિકાસ નકશો સરકારે ફગાવ્યો

રાજ્ય સરકારે ગંભીર ખામીઓ અને મોટા સુધારાની જરૂરિયાત દર્શાવીને આ પ્લાન ઓથોરિટીને પરત કરી દીધો

પાટણ શહેરના સુઆયોજિત વિકાસ અને ભવિષ્યની રૂપરેખા સમાન રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન-2041′ (DP) પ્લાન તૈયાર કરી પાટણ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (PADA) દ્વારા ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સમક્ષ મોકલવામાં આવ્યો હતો.જેને વિભાગ દ્વારા નામંજૂર કરીને પાટણ નગરપાલિકાને મોટો ઝટકો આપ્યો છે. ટાઉન પ્લાનિંગના તત્કાલીન ચેરમેનના કાર્યકાળ દરમિયાન ભારે મહેનત બાદ આ ડીપી (DP) તૈયાર કરવામાં આવ્યો હતો અને મંજૂરી માટે ગાંધીનગર મોકલાયો હતો. જોકે, રાજ્ય સરકારે તેમાં ગંભીર ખામીઓ અને મોટા સુધારાની જરૂરિયાત દર્શાવીને આ પ્લાન ઓથોરિટીને પરત (Return) કરી દીધો છે. હવે ઓથોરિટીએ સેક્શન-9 મુજબ નવેસરથી આખી પ્રક્રિયા હાથ ધરવી પડશે. ગુજરાત સરકારના જોઈન્ટ સેક્રેટરી દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં પ્લાનની નબળાઈઓ ખુલ્લી પડી છે.

 વસ્તીના આંકડામાં વિસંગતતા, પ્લાનમાં દર્શાવેલી વિગતો અને વાસ્તવિક વસ્તીના આંકડાઓમાં મોટી વિસંગતતા છે. હવે સાચી વિગતો મેળવી વિકસિત વિસ્તાર નક્કી કરવો પડશે. CGDCR-2017 વિરુદ્ધ રહેણાંક ઝોનમાં વાણિજ્યિક ઉપયોગો દર્શાવી દેવાયા હતા, જે સુધારીને રહેણાંક ઝોન જ રાખવા આદેશ કરાયો છે. ઐતિહાસિક નગરી માટે પ્લાન બનાવતી વખતે પ્રવાસન વિભાગ, GIDC કે ઉદ્યોગ જગત સાથે કોઈ સંકલન કરાયું નહોતું. કન્ટુર સર્વે કર્યા વિના જ નદી-પાણીના વહેણ અને ડ્રેનેજ લાઇનનું આયોજન કરી દેવાયું હતું, જે હવે વૈજ્ઞાનિક ઢબે કરવું પડશે.મંજૂરીની અણી પર રહેલો પ્લાન હવે ફરી સેક્શન-9 થી 16 ની લાંબી કાયદાકીય પ્રક્રિયામાં અટવાશે. નવી દરખાસ્તો અને વાંધા-સૂચનો મંગાવવામાં મહિનાઓ બગડશે. ઐતિહાસિક સ્થળોને જોડતા 24 મીટરના રોડ, ડ્રેનેજ અને મોબિલિટી પ્લાન જેવા મહત્વના પ્રોજેક્ટ્સ અધ્ધરતાલ થશે. ઝોનિંગ ક્લિયર ન થતાં નવા બાંધકામોની મંજૂરીમાં અસ્પષ્ટતા ઊભી થશે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર