રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય11 ઑગસ્ટ, 2025| Super Admin

વારાણસીના મંદિર પરિસરમાં પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ

વારાણસીના મંદિર પરિસરમાં પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ
કાશી વિશ્વનાથ મંદિરમાં હવે પૂજાની સામગ્રી કાગળ અને કાપડની થેલી કે માટી-પિત્તળના સાધનમાં લઈ જવી પડશે કાશીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર સંકુલને સંપૂર્ણપણે પ્‍લાસ્‍ટિકમુક્‍ત બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ નિર્ણયનો અમલ ગઈ કાલથી શરૂ થયો છે અને કોઈ પણ વ્‍યક્‍તિ પ્‍લાસ્‍ટિકની થેલીમાં દૂધ, પ્‍લાસ્‍ટિકની થેલી કે ટોપલીમાં ફૂલો, ફૂલમાળા કે બિલિપત્રો, પ્‍લાસ્‍ટિકના લોટામાં ગંગાગળ કે પાણી જેવી કોઈ પણ પ્રકારની સામગ્રી સાથે મંદિરના પરિસરમાં પ્રવેશ કરી શકશે નહીં. શ્રાવણ મહિના દરમ્‍યાન સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક પર તો પહેલાંથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો હતો. હવે મંદિર-પ્રશાસને પર્યાવરણને સ્‍વચ્‍છ રાખવા અને મંદિર પરિસરને સંપૂર્ણપણે પ્‍લાસ્‍ટિકમુક્‍ત બનાવવા માટે આ પગલું ભર્યું છે. ફૂલો, ફૂલમાળા કે બિલિપત્રો હવે કાપડ કે કાગળની થેલીમાં અને દૂધ જેવી પૂજા સામગ્રી હવે માટી કે પિત્તળના સાધનમાં લાવવાની સલાહ આપવામાં આવી છે. જો કોઈ ભક્‍ત કે દુકાનદાર આ નવા નિયમોનું ઉલ્લંઘન કરતો જોવા મળશે તો તેને દંડ થઈ શકે છે અને સામગ્રી જપ્ત કરી શકાય છે.      

સંબંધિત સમાચાર