રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
ગુજરાત27 મે, 2025| Super Admin

આજથી 72 કલાક રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર

આજથી 72 કલાક રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર

ગુજરાતમાં વરસાદે માજા મૂકશે… ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા

આગામી 3 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. તેમાં 50-60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે: હવામાન વિભાગ

(જી.એન.એસ) તા.27

અમદાવાદ,

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. તેમાં 50-60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ મધ્ય પ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. ત્રણ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે.

29 મે બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. હાલની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. તથા કચ્છ જિલ્લામાં ખાસ વરસાદી ગતિવિધિઓ જોવા મળવાની શક્યતા નથી. અહીં મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ 15 જૂન છે. હાલ ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટી જવાની શક્યતા છે. જેથી રાજ્યમાં ચોમાસું શરૂ થવાને લઈને હજી કોઈ ચોક્કસ સમયસીમા આપવામાં આવી નથી.

ગીર પંથકમાં મોડી રાતથી વરસી રહેલા સતત વરસાદના કારણે ગિરનાર પર્વત પર વહેલી સવારથી રોપ-વે સેવા અટકાવી દેવાઈ છે. ભારે વરસાદના કારણે તંત્રએ સુરક્ષાના ભાગ રૂપે હાલ રોપ-વે સેવા અટકાવી છે. વાતાવરણ ચોખ્ખું થતાં ફરી શ્રદ્ધાળુઓની સુવિધા માટે રોપ-વે સેવા શરૂ કરવામાં આવશે. 

બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. વલસાડના ઉમરગામના નારગોલ જલારામ સ્કૂલ પાસે વરસાદી માહોલમાં સવારે ગુલમહોરનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું, જોકે, આ દરમિયાન નીચેથી પસાર થઈ રહેલા મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો હતો. અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો, જેમાં ભારે પવન સાથે અમુક વિસ્તારમાં છૂટો-છવાયો વરસાદ જોવા મળ્યો હતો. પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાના કિસ્સા સામે આવ્યા હતાં. ફાયર વિભાગને જે કોલ મળ્યા તે આધારિત રાજપુર,ગોમતીપુર ઉપરાંત સેટેલાઈટ રોડ, ખાડિયા કોટની રાંગ પાસે વૃક્ષ ધરાશાયી થવાના કોલ મળ્યા હતા.સરસપુરમાં  અને સતાધાર ક્રોસ રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થયા હતા. વિરાટનગરમાં એક મકાન ઉપર વૃક્ષ ધરાશાયી થયુ હતુ.નવરંગપુરા ફાયર સ્ટેશન પાસે રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થતા ફાયર વિભાગે તેને દુર કર્યુ હતુ. જમાલપુર ચાર રસ્તા પાસે પણ વૃક્ષ ધરાશાયી થયુ હતુ.



Source link

સંબંધિત સમાચાર