રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
ગુજરાત25 મે, 2025| Super Admin

હવામાન વિભાગની 5 દિવસ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની 5 દિવસ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

(જી.એન.એસ) તા. 25

અમદાવાદ,

હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.   જેમાં 40-45 kmph ની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના મોટાભાગના પોર્ટ ઉપર નંબર DC 1 નું સિગ્નલ આપવામાં આવ્યું છે. વોલમાર્ક સિસ્ટમ આજે ડિપ્રેશનમાં ફેરવાયું છે. આજે ધીમે મુવમેન્ટ કોંકણથી પૂર્વીય દિશામાં ગતિમાન કરશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર દીવમાં ભારે વરસાદના કારણે ઓરેજન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર અને મધ્ય ગુજરાતન તેમજ કચ્છ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશન આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગીરીથી 40 કિમી દૂર સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ પવનની ગતિ રાજ્યમાં 35-50 કિમી પ્રતિ કલાકની રહેશે. કેરળમાં આજે ચોમાસાનું આગમન થયું છે. ગુજરાતમાં ચોમાસુ સામાન્ય રીતે 15 જૂન આસપાસ હોય છે.

મહત્વનું છે કે, આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું કેરળમાં પહોંચી ગયું છે. નિષ્ણાતોનું કહેવું છે કે હવામાનના સતત ફેરફારોથી ક્લાઈટમેન્ટ ચેન્જના કારણે હવામાન હવે અનિશ્ચિત થઈ રહ્યું છે. હવે એ નક્કી કરવું મુશ્કેલ છે કે વરસાદ ક્યારે થશે અને કેટલો થશે? અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. દરિયાનું તાપમાન સામાન્ય કરતા વધારે રહેતા ચોમાસાના પવનો વધુને વધુ સક્રિય બન્યા છે. હવામાન વિભાગ અનુસાર અરબ સાગરની ઉપર એક લો પ્રેશર સિસ્ટમ બની છે.



Source link

સંબંધિત સમાચાર