રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત28 ઑક્ટોબર, 2025| Super Admin

રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે એમ કે દાસ ની નિમણુક


રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે 1 નવેમ્બરથી ચાર્જ સંભાળશે

(જી.એન.એસ) તા. 28

ગાંધીનગર,

ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટું પરિવર્તન કરતાં વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી ને એક્સ્ટેન્શન ન આપીને તેમની નિવૃત્તિ 31 ઓક્ટોબર, 2025ના રોજ નક્કી કરી છે. તેમના સ્થાને, 1990 બેચના વરિષ્ઠ આઈએએસ અધિકારી મનોજ કુમાર દાસને રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા મંગળવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

મનોજ કુમાર દાસ હાલમાં મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં અધિક મુખ્ય સચિવ (ACS) તરીકે ફરજ બજાવે છે અને ગૃહ વિભાગની પણ વધારાની જવાબદારી સંભાળે છે. ગુજરાત કેડરના આ અનુભવી અધિકારીએ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયમાં મહેસૂલ, પોર્ટ્સ અને પરિવહન જેવા વિવિધ મહત્વના વિભાગોમાં કાર્યકુશળતા પૂર્વક ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. તેમની નિવૃત્તિ 31 ડિસેમ્બર, 2026ના રોજ થવાની છે, જેના કારણે તેઓ આ સર્વોચ્ચ પદ માટે સિનિયોરિટી અને લાંબા કાર્યકાળના આધારે સૌથી અગ્રણી ઉમેદવાર ગણાતા હતા.

આ પહેલા પંકજ જોશી (1989 બેચ) જાન્યુઆરી 2025થી મુખ્ય સચિવ તરીકે કાર્યરત હતા. તેમણે પણ CMOમાં અધિક મુખ્ય સચિવ તરીકેની જવાબદારી નિભાવી હતી અને રાજ્યની વિકાસ યોજનાઓમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમને વધારાની મુદત (એક્સટેન્શન) આપવાની અટકળો વચ્ચે સરકારે સિનિયોરિટી અને વહીવટી સ્થિરતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.



Source link

સંબંધિત સમાચાર