રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત27 સપ્ટેમ્બર, 2025| Super Admin

ગુજરાતને મળી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ


અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સુરતથી ઓડિશા સુધી દોડશે

(જી.એન.એસ) તા. 27

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી હતી, આ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે.

અમૃત ભારત ટ્રેન શરૂ થવાથી સામાન્ય મુસાફરો માટે આરામદાયક અને સસ્તો વિકલ્પ ઉપલબ્ધ થશે. સુરત અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી આ ટ્રેનની માંગણી ચાલી રહી હતી. અહીં રહેતા ઓડિશાના હજારો પરિવારોને તહેવારો કે રજાઓ દરમિયાન પોતાના વતન જવા માટે સીધી ટ્રેનની અછતને કારણે ઘણી મુશ્કેલીઓ પડતી હતી. પરંતુ હવે આ નવી ટ્રેન શરૂ થવાથી તેમની મુસાફરી સરળ બનશે.

આ ટ્રેન અદ્યતન ટેકનોલોજી સાથે ડિઝાઇન કરવામાં આવી છે. બંને છેડે પુશ-પુલ ગોઠવણીમાં માઉન્ટ થયેલ એન્જિન સાથે આ ટ્રેન હાઇ સ્પીડ, ઓછો મુસાફરી સમય, સરળ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરે છે. ટ્રેનમાં CCTV, ચાર્જિંગ પોઇન્ટ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય તે પ્રકારની તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.



Source link

સંબંધિત સમાચાર