રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
રાષ્ટ્રીય21 મે, 2026| Super Admin

ચૂંટણીના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી’ની ધૂમ

ચૂંટણીના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી’ની ધૂમ

દેશમાં હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક અનોખો અને રમૂજી વિરોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સુપ્રીમ કોર્ટના સીજીઆઈ (CJI) સૂર્યકાંતના એક કથિત નિવેદનના વિરોધમાં શરૂ થયેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party) એ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર 6 દિવસના ટૂંકા ગાળામાં આ વર્ચ્યુઅલ પાર્ટી સાથે લાખો-કરોડો લોકો જોડાઈ ગયા છે.

મોટા રાજકીય પક્ષો પાછળ છૂટ્યા
ગુરુવારે સવારે 11:30 વાગ્યા સુધીના આંકડા અનુસાર, આ અનોખી પાર્ટીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોલોઅર્સની સંખ્યા 1.17 કરોડથી વધુ થઈ ગઈ છે, જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર આ આંકડો 1.93 લાખને પાર પહોંચ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ઇન્સ્ટાગ્રામ પર ભારતીય જનતા પાર્ટી (BJP) ના 87 લાખ ફોલોઅર્સ છે, જેની સરખામણીએ આ પેજ ઘણું આગળ નીકળી ગયું છે, જ્યારે કોંગ્રેસના 1.33 કરોડ ફોલોઅર્સ છે.

કોણે બનાવી આ પાર્ટી અને શું છે નારો?
મહારાષ્ટ્રના અભિજીત દીપક નામના યુવાને આ પેજ બનાવીને ‘કોકરોચ જનતા પાર્ટી’ની શરૂઆત કરી છે. આ પેજનો બાયો અને નારો પણ સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ પસંદ આવી રહ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે- ‘સેક્યુલર, સોશિયાલિસ્ટ, ડેમોક્રેટિક, લેઝી’ (Secular, Socialist, Democratic, Lazy). આ પેજ પર માત્ર એક જ દિવસમાં 40 લાખથી વધુ ફોલોઅર્સનો તોતિંગ વધારો નોંધાયો હતો.

શું હતો સમગ્ર વિવાદ?
ગત 15 મેના રોજ કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, CJI સૂર્યકાંતે એક કેસની સુનાવણી દરમિયાન બેરોજગાર યુવાનોની સરખામણી વંદા (કોકરોચ) સાથે કરી હતી. જોકે, આ બાબતે વિવાદ વકરતા બીજા જ દિવસે ખુદ સીજીઆઈએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે ન્યાયાલયમાં આવું કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ, આ દરમિયાન સોશિયલ મીડિયા પર આ કથિત ટિપ્પણીના વિરોધમાં શરૂ થયેલો આ ટ્રેન્ડ હવે એક મોટું અભિયાન બની ગયો છે.

સંબંધિત સમાચાર