નાઇજીરીયાના ઓન્ડો રાજ્યમાં સ્થાનિક પીણું પીવાથી ઓછામાં ઓછા 48 લોકોના મોત થયા છે. 100 થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓન્ડો પોલીસ પ્રવક્તા અબાયોમી જીમોહે જણાવ્યું હતું કે આ ઘટનાના સંબંધમાં ધરપકડ કરાયેલા 15 લોકોમાંથી એક વ્યક્તિ પીણાના ઉત્પાદનમાં સામેલ હતો.
તેમણે કહ્યું કે પીણામાં મિથેનોલ હોવાની શંકા છે અને આરોપી હાલમાં પોલીસને તપાસમાં મદદ કરી રહ્યો છે. રાજ્યના આરોગ્ય કમિશનર બાંજી અજાકાએ જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં ઓન્ડોના ઓડિગ્બો અને ઇરેલે વિસ્તારોમાં આ પીણું પીધા પછી 100 થી વધુ લોકો બીમાર પડ્યા હતા. ઓન્ડો રાજ્યના આરોગ્ય કમિશનર બાંજી અજાકાએ જણાવ્યું હતું કે ઓડિગ્બો અને ઇરેલે સ્થાનિક સરકારી વિસ્તારોમાં કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે કુલ ૧૮૨ લોકો પ્રભાવિત થયા છે.
- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /નાઇજીરીયામાં ઝેરી દારૂ પીવાથી 48 લોકોના મોત, 100 હોસ્પિટલમાં દાખલ
નાઇજીરીયામાં ઝેરી દારૂ પીવાથી 48 લોકોના મોત, 100 હોસ્પિટલમાં દાખલ





