રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા11 ડિસેમ્બર, 2024| Super Admin

સસ્તા અનાજના દુકાનદારને લાઇસન્સ રદ કરાવવાની ધમકી આપી રૂ.2000 પડાવી લીધા હોવાની રાવ

સસ્તા અનાજના દુકાનદારને લાઇસન્સ રદ કરાવવાની ધમકી આપી રૂ.2000 પડાવી લીધા હોવાની રાવ
નડિયાદ અને ભરૂચના ચાર પત્રકારો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ: પાલનપુર તાલુકાના મોરિયા ગામ ની સસ્તા અનાજની દુકાનના સંચાલક પાસે રૂ.10 હજારની માંગણી કરી તોડ કરવા જતાં ચાર કથિત બોગસ પત્રકારો ઝડપાઇ ગયા હતા. જેઓની સામે પાલનપુર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકાના મોરિયા ગામમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા રાજેશભાઈ બારોટની દુકાન પર ગતરોજ બપોરે પુરવઠા વિભાગની ગાડી અનાજનો જથ્થો ઉતારવા આવી હતી. ત્યારે સફેદ કલરની કાર લઈને આવેલા ચાર શખ્સોએ પત્રકાર તરીકેની ઓળખ આપી ફોટા પાડી વીડિયો ઉતાર્યો હતો. બાદમાં તમે રેશનિંગ ના જથ્થાની કાળા બજારી કરતા હોવાનું જણાવી દુકાનનું લાઇસન્સ રદ કરાવવાની ધમકી આપી રૂ.10, 000 ની માંગ કરી હતી. જોકે, દુકાનદારે રૂપિયાન આપતા સમાચારો છાપવાની ધમકી આપી રૂ.2000 બળજબરીથી પડાવી લીધા હોવાનું ફરિયાદી રાજેશકુમાર પોપટલાલ બારોટે જણાવ્યું હતું. મોરિયામાં તોડ કરવા જતાં કથિત ચાર પત્રકારો ઝડપાયા: આ અંગે દુકાનદાર રાજેશ બારોટે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે નડિયાદના જય શ્રીમાળી, ભરૂચ ના ગૌતમ ડોડીયા, નડિયાદના હાર્દિક દેવકીયા અને ભરૂચના નૂર મહંમદ અબ્દુલ્લા પટેલ સામે ગુનો નોંધી તેઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું પાલનપુર તાલુકા પી.આઈ.એમ.આર.બારોટે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર