રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત30 ઑગસ્ટ, 2025| Super Admin

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહેરી વિકાસ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હેઠળ રાજ્યના 13 શહેરોમાં 20 સ્થળોએ આવાસ મેળવવા અંગે જાહેરાત


ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન (GUDM)ની સફળતાના 20 વર્ષ પૂર્ણ થતા મહત્ત્વની જાહેરાત

(જી.એન.એસ) તા. ૩૦

ગાંધીનગર/અમદાવાદ,

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન (GUDM)ની સફળતાના 20 વર્ષ પૂર્ણ થતા મહત્ત્વની જાહેરાત કરી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહેરી વિકાસ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હેઠળ રાજ્યના 13 શહેરોમાં 20 સ્થળોએ આવાસ મેળવવા અંગે જાહેરાત કરાઈ છે. 

9 લાખ રૂપિયામાં 41.00 ચો.મીટર કાર્પેટ એરિયામાં 1.5 બેડરૂમ, હોલ અને કિચન આપવામાં આવશે.

• આ યોજના અંતર્ગત મકાન મેળવવા માંગતા અરજદારો ગુજરાત હાઉસિંગ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gujarathousingboard.gujarat.gov.in પર અરજી કરી શકશે. અહીં તમે જમણી સાઈડ પર લખેલ Download Brochure પર ક્લિક કરીને બ્રોશર મેળવી શકો છો. તેની નીચે Sogand Naamaa Download પર ક્લિક કરીને સોગંદનામું પણ મેળવી શકો છો.

• અરજી કરતી વખતે અરજદારોએ 7500 રૂપિયા ભરવા પડશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા વડોદરામાં ગોરવા, ગોત્રી, અટલાદરા, પાદરા, ખેડાના મહેમદાવાદ, અમદાવાદના હાથીજણ અને ધોળકા, ભાવનગરના તરસમિયા, શાસ્ત્રીનગર, મહુવા, ભરૂચના અંકલેશ્વર, નવસારી, સુરતના છપરાભાઠા, કોસાડ, અમરોલી, સચિન-કનસાડ તેમજ રાજકોટના ઉપલેટા, જેતપુર અને અમરેલી જેવા સ્થળોએ વ્યાજબી દરે મકાન ફાળવવામાં આવશે.



Source link

સંબંધિત સમાચાર