કોરોનાના ખતરા વચ્ચે રાજ્ય સરકારે જાહેર કર્યો એક વોટ્સએપ હેલ્પલાઈન નંબર, માત્ર નમસ્તે લખો અનેપ!

ગુજરાત
ગુજરાત

કોરોનાએ આખા વિશ્વને હચમચાવી મૂકી દીધું છે. હાલમાં જ્યાં જોવ ત્યાં બસ કોરોના જ કોરોના સંભળાય રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૩૯ દર્દીઓ સામે આવી ચુક્યા છે. ત્યારે પીએમ મોદીની જાહેરાત બાદ સંપૂર્ણ ભારતને ૨૧ દિવસ માટે લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર પણ કોરોના વાયરસના નિવારણ માટે સતત પ્રયત્ન કરી રહી છે. હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને કોરોના વાયરસની તમામ માહિતી મળી રહે તે માટે એક હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. જો કોઈ વ્યક્તિએ કોરોના વાયરસ અંગે કોઈ માહિતી મેળવવી હોય તો ‘૭૪૩૩૦૦૦૧૦૪’ આ નંબર પર વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે. આ મેસેજમાં તમારે નમસ્તે લખવાનું રહેશે. ત્યારબાદ તમને તમારા મોબાઇલ ફોન પર કોરોનાની તમામ માહિતી મળી જશે.
રાજ્યમાં રોજ કમાવીને રોજ ખાનારા ગરીબોની સંખ્યા ખુબ મોટી સંખ્યામાં છે. બે દિવસથી કામધંધો રોજગાર બંધ હોવાથી બેરોજગાર બન્યા છે. આવક ન થવાથી આવા પરિવારો કફોડી સ્થિતિમાં ન મૂકાયા તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી કે, ગુજરાતના ગરીબોને ૨૧ દિવસ મફત અનાજ આપવામાં આવશે.
કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં ૨૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા પરિવારો પ્રત્યે સંવેદના દાખવી આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.