ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મુક્તેશ્વર ડેમમાં આવ્યા નવા નીર

મુક્તેશ્વર ડેમના 4 દરવાજા ખોલાયા:સરસ્વતી નદીમાં પાણી છોડાયું
ડેમમાંથી પાણી છોડાતા લોકો નજારો જોવા ઉમટ્યા: તંત્રએ સતર્ક રહેવા આપી સૂચનાચ બનાસકાંઠા જિલ્લા પર મેઘો મહેરબાન થતા નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક વધી છે. ડેમમાં પાણીની સપાટી વધતા તંત્ર દ્વારા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે.
મુક્તેશ્વર ડેમના દરવાજા ખોલવા થી સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થયો છે. નદીમાં પાણી વહેતું થતાં આસપાસના વિસ્તાર ના લોકો આ નજારો જોવા ઉમટી પડ્યા હતા. પાણીનો પ્રવાહ વધવાથી ડેમની સામે આવેલો રોડ પણ પાણીથી ભરાઈ ગયો છે. જેના કારણે માર્ગને બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને આ માર્ગ પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે. વધુમાં, નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હોવાથી તંત્રે લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે. ભારે વરસાદને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
ટેગ્સ:#Banaskantha District#Heavy Rainfall#Monsoon Impact#Public Safety Advisory#Flood Risk#Saraswati River#Mukteshwar Dam#Uparvas Monsoon#Dam Gates Opened#Water Overflow#Canal Overflow
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજીની રાજસ્થાની ચણિયાચોળીની દેશ-વિદેશમાં ધૂમ, 2026ની નવી ડિઝાઇન્સ આકર્ષણનું કેન્દ્ર
19 કલાક પહેલા
બનાસકાંઠાવડગામમાં સરફરાજ ભંગારીના ગોડાઉનમાં ભીષણ આગથી અફરાતફરી
20 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં તરખાટ મચાવતી હિપ્નોટાઇઝર ગેંગ પોલીસના સકંજામાં
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં એક જ દિવસમાં બે ટુ-વ્હીલર આગની ઝપેટમાં
1 દિવસ પહેલા
