રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા7 જુલાઈ, 2025| Super Admin

મુડેઠા ગામે સમલીપુરા થી મુડેઠા ગામને જોડતો રસ્તો પાકો બનાવવા માંગ ઉઠી...!

મુડેઠા ગામે સમલીપુરા થી મુડેઠા ગામને જોડતો રસ્તો પાકો બનાવવા માંગ ઉઠી...!
ગુજરાત સરકારના શિક્ષણમંત્રીને આગેવાનોએ અગાઉ રજૂઆત કરી હતી કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરને પણ રજૂઆત કરાઈ હતી શાળાએ આવતાં વિધાર્થીઓ અને સ્થાનિક લોકો કાચા રસ્તામાં કેડ સમાન પાણીમાં ચાલવા મજબૂર બન્યા  ડીસા તાલુકાના મુડેઠા ગામના સમલીપુરા થી મુડેઠા ગામને જોડતા માર્ગને પાકો બનાવવાની માંગ ઉઠવા પામી છે. કાચા રસ્તાના કારણે ખાસ કરીને ચોમાસામાં વિધાર્થીઓ અને સ્થાનિક લોકો ગામમાં આવવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. આ માર્ગ પર પાણી ભરાઈ જવાથી અવરજવર મુશ્કેલ બની જાય છે. વિધાર્થીઓને ગામમાં શાળામાં આવવા માટે કાચા રસ્તામાં કેડ સમાન પાણી ભરાતા આવવું મુશ્કેલ બને છે. જેમાં આ સમસ્યા બાબતે મુડેઠા ગામના સમલીપુરાના આગેવાનોએ અગાઉ ગુજરાત સરકાર શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાને રજૂઆત કરવામાં આવી હતી અને કાંકરેજ ના ધારાસભ્ય અમૃતજી ઠાકોરને પણ આગેવાનોએ સમસ્યા અંગે રજૂઆત કરી હતી પણ આજદિન સુધી નિરાકરણ ન આવતાં ડીસાના મુડેઠા ગામના સમલીપુરાના ગ્રામજનો અને શાળાએ આવતાં વિધાર્થીઓ કાચા રસ્તામાં કેડ સમાન પાણીમાં આવવા મજબૂર બન્યા છે. રસ્તામાં વધુ વરસાદી પાણી ભરાતાં વિધાર્થીઓને શાળામાં આવવા માટે ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નહીં. આ માર્ગનું તાત્કાલિક નવીનીકરણ કરીને પાકો રોડ બનાવવામાં આવે તેવી ગ્રામજનો અને વિધાર્થીઓ આશા રાખી રહ્યા છે. અને તાત્કાલિક ધોરણે આ કાચા રસ્તાનું કામ શરૂ થાય તેવી માંગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર